Abtak Media Google News

ગોંડલના ભોજરાજપરા સ્મશાનગૃહ પાસે નગરપાલિકા તંત્ર દ્વારા એનિમલ હોસ્પિટલ બનાવી આપવામાં આવી હોય જેનું સંચાલન ગૌ મંડળ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું હોય પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક એ મુલાકાત વેળાએ અદ્યતન એમ્બ્યુલન્સ ભેટ આપવાનું વચન આપ્યું હતું જે મુજબ ગૌ સેવા માટે એમ્બ્યુલન્સની ભેટ આપતા ગૌ સેવકોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

ગોંડલની એનિમલ હોસ્પિટલનું સંચાલન કરતા ગૌ મંડળ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ પરડવા અને નગરપાલિકાના ઉપપ્રમુખ સંજયભાઈ સોનીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં જ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક એ એનિમલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી એ વેળાએ એક એમ્બ્યુલન્સ ની જરૂરિયાત હોવાનું જણાવતા તેઓ દ્વારા  રમાનાથ ધામ મંદિર ખાતે ટ્રસ્ટને અદ્યતન એમ્બ્યુલન્સ ગૌ સેવા માટે ભેટમાં આપવામાં આવી છે

આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવ્યું હતું કે ગૌ મંડળ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સદસ્યો દ્વારા શહેર તાલુકા ઉપરાંત કોઈપણ જગ્યાએ અકસ્માતમાં ઘાયલ થયેલા ગૌમાતાની અનન્ય સેવા કરવામાં આવી રહી છે

સ્વર્ગસ્થ માતા-પિતા અને દાસી જીવણના સ્મરણાર્થે ચેરીટેબલ ટ્રસ્ટને એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.