Abtak Media Google News

પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારમાં 70 હજાર મિલકત ધારકો માંથી પચાસ ટકાને વેરા બિલ અપાયા છે, પરંતુ પાલિકા કચેરીથી દુર આવેલા આ વિસ્તારના લોકોને બીલ ભરવા માટે હાલાકી પડી રહી છે, ત્યારે નજીકમાં જ વેરો ભરવાની વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ને પડતી હાલાકી દુર થઈ શકે.

પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં રહેણાંક અને કોમશર્યિલ સહિત કુલ 70 હજારથી વધુ મિલકત ધારકો છે, જેમાં ચાલુ વર્ષે હાઉસટેક્સના વેરાની લેણાની રકમ રૂપીયા 1ર કરોડ થવા પામી છે. પાલિકા તંત્ર દ્વારા 3પ હજાર જેટલા મિલકત ધારકોને હાઉસટેક્સ બિલ આપવામાં આવ્યા છે અને હજુ વેરા ના બિલ આપવામાં આવી રહ્યા છે. બિલ મળ્યાના એક માસ દરમ્યાન વેરો ભરવામાં આવે તો વેરાના રકમમાંથી ધારકને 10 ટકા રિબેટ આપવામાં આવે છે.

હાલ ચાલુ વર્ષે હાઉસ ટેક્સમા લેણાની રકમ રૂપીયા 1ર કરોડ જેટલી થાય છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર રૂપીયા 1 કરોડ 30 લાખ વેરાની રકમ પાલિકા ખાતે ભરપાઈ થઈ છે. જેનું મુખ્ય કારણ પાલિકા કચેરી ખાતે યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે. વેરો ભરવા માટે મિલકત ધારકોની કતારો યથાવત રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કુલ 4 બારીઓ વેરા વસુલાત માટે ખોલવામાં આવી છે. તેમ છતાં કામગીરી ધીમી ગતી એ ચાલી રહી છે. આથી છાયા સહીતના વિસ્તારના લોકોએ રજુઆત કરી છે કે પોરબંદર પાલિકામા છાયા પાલિકા ભળી ગયું છે.

જેથી છાયા, એરપોર્ટ, સીતારામ નગર, વૃજભુવન સોસાયટી સહીતના વિસ્તારના લોકોને દુર સુધી પાલિકા કચેરી ખાતે વેરો ભરવા આવવું પડે છે. આથી પાલિકા તંત્ર્ા દ્વારા છાયા વિસ્તારમાં વેરા વસુલાત માટે ઓફિસ ખોલી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, જેથી મિલકત ધારકોને સગવડતા ઉપલબ્ધ થાય અને ધક્કા ખાવા ન પડે તેમજ વેરા વસુલાત પણ ઝડપી થઈ શકે. હાલ પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે વેરો ભરવા આવતા લોકોની કતારો લાગે છે, જેથી પોતાના કામધંધા છોડીને વેરો ભરવા આવતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્રાા છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે પાલિકા વેરા વસૂલાત માટે અન્ય કલેકશન સેન્ટર શરૂ કરે તે જરૂરી જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.