Abtak Media Google News

છ દાયકા બાદ ન્યાય નહીં મળતા

ડુબમાં ગયેલી જમીનના મામલે વળતર – જમીન ન મળતા ખેડુત વહિવટી તંત્ર સામે આકરા પાણીએ

સાબરકાંઠાના પોશીના તાલુકાના નાની સોનગઢ ગામે  લાખીયા તળાવ હતું જોકે 1972 માં સ્થાનિક વિસ્તારમાં સર્જાયેલા દુષ્કાળની પરિસ્થિતિમાં લાખીયા તળાવની ઊંડું કરવા સહિત પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બાંધકામ શરૂ કરાયું જોકે નાની સોનગઢ ગામે અલગ અલગ ખેડૂતોની જમીન લાખિયા તળાવ બંધાતા ડૂબવિસ્તારમાં ગઈ હતી ત્યારે જે તે સમયે ડૂબ વિસ્તારમાં ગયેલી જમીન સામે જમીન સહિત વળતર આપવાની રાજ્ય સરકારી જાહેરાત કરી હતી જોકે છેલ્લા 60 વર્ષથી આ મામલે સૌથી વધુ જમીન ગુમાવનારા રામભાઈ ડાભીએ ગ્રામ પંચાયતથી લઇ તત્કાલીન મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી પોતાની થયેલા અન્યાય અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ત્યારે છેલ્લા છ દસકા થી ન્યાય અંગેની રજૂઆત કરતા હવે રાજ્ય સરકાર પાસે પણ એક જ કેસ અંગેની ફાઈલો ન હોય તેટલી ફાઈલો રામભાઈ ડાભી પાસે છે તેમનો 50 થી વધારેનો પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષાએ તળાવના કાંઠે જીવન ગુજારી રહ્યું છે સમગ્ર ગામની દુષ્કાળની પરિસ્થિતિ દૂર કરવા માટે મહામૂલી 12 એકર જેટલી જમીન લાખેરા તળાવમાં આપ્યા બાદ આજે પણ કોઈપણ પ્રકારનો સહયોગ ન મેળવનારા રામભાઈ ડાભી હવે વહીવટી તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.