સાબરકાંઠામાં ત્રીપલ મર્ડરની ઘટના: કૌટુંબિક અદાવતમાં ત્રણ લોથ ઢળી

કૌટુંબીક સંબંધીએ પિતા પુત્રને કુહાડીના ઘા મારી કરી હત્યા : મૃતકના ભાઈએ હત્યારા ને ત્યાને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દિધો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા આવેલા અજાવાસ ગામે ત્રીપલ મડરની ઘટના સામે આવી જેમાં કૌટુંબિક સંબંધીએ પિતા પુત્રને કુહાડીના કા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા તે જોઈ મૃતકનો ભાઈ તેના ઘરમાં દોડી જઇ આરોપી ઉપર કુહાડી વડે હુમલો કરી હત્યારા ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ સાબરકાંઠાનાઅજાવાસ ગામે રહેતા લલ્લુ ગમાર ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યાં તેમના પરિવારમાં તેમની પત્ની, પાંચ છોકરા અને એક છોકરી રહે છે. બુધવારની રાત્રિએ લલ્લુ ગમારને ત્યાં અજાવાસથી ચાર કિમી દૂર આવેલા જીજણાટ ગામે રહેતા રમેશ બોબડિયા જે લલ્લુભાઈની બહેનના દિયર થાય છે તેઓ આવ્યા હતા. ત્યારે લલ્લુભાઈ અને તેમના પરિવારે તેમની સાથે રાતનું ભોજન લઈને સૌએ સૂવાની તૈયારી શરૂ કરી હતી. અને રમેશ પણ ત્યાં સૂઈ ગયો હતો. ત્યારે લલ્લુભાઈની પત્ની અને તેના સંતાનો ઘરની અંદર સૂઈ ગયાં હતાં.

જ્યારે લલ્લુભાઈ તેમનો 6 વર્ષનો પુત્ર કલ્પેશ અને લલ્લુભાઈના બહેનના દિયર ત્રણેય જણા બહાર સૂઈ ગયા હતા.રાત્રિના રમેશ બોબડિયા અચાનક ઊભા થયા અને તેમણે ઘરની બહાર પડેલી કુહાડી હાથમાં ઉઠાવી અને લલ્લુભાઈ ઉંઘમાં હતા ત્યારે તેમના પર કુહાડી વડે હુમલો કરી દીધો. ત્યાં તેમની બાજુમાં જ 6 વર્ષીય કલ્પેશ સૂઈ રહ્યો હતો. જેવી કુહાડી વડે તેના પિતા પર હુમલો થયો એટલે તુરંત જ તે જાગી ગયો અને જોયું તો રમેશભાઈના હાથમાં કુહાડી હતી. જ્યાં બાજુમાં તેના પિતા લોહીથી લતપત મૃત અવસ્થામાં પડેલા હતા. ત્યાં જ રમેશ બોબડિયાએ બીજો હુમલો કર્યો ને પિતાને આ અવસ્થામાં જોઈ રહેલા પુત્ર પર પણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.

ત્યાં કલ્પેશને કુહાડી વાગતા સમયે તે ચીસ પાડી ગયો હતો. જે ચીસ સાંભળી તેની માતાની ત્યાં દોડી આવી હતી અને ત્યાં જોતાં તેમના પતિ અને તેમનો 6 વર્ષીય દીકરો કલ્પેશ લોહીની લાલ ચાદરમાં લપેટાઈને પડ્યા હતા . ત્યારે આરોપીએ મૃતકની પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હતો.જે જોઈ મૃતક લલ્લુભાઈની પત્ની જોરથી ચીસ પાડી ઊઠી.

જેથી મૃતક લલ્લુભાઈના ભાઈ મકનાભાઈ ચીસો સાંભળીને ઘરે દોડી ગયા હતા અને ત્યાં ઘરના ઉપરથી પતરું ખોલીને અંદર જતા જ સામે રમેશ કુહાડી લઈને ઊભો દેખાયો હતો. તેણે મકનાભાઈને ઘરની અંદર પ્રવેશતા જોઈ તેમના પર પણ કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો. જ્યાં મકનાભાઈ સાઈડમાં ખસી જતાં બચી ગયા હતા. બાદમાં તેમણે પોતાને રમેશ અને કુહાડીથી બચાવા રમેશ ઉપર જ હુમલો કરી દીધો અને બંને જણાં એકબીજા સામે આવી ગયા. અને મકનાભાઈના હુમલામાં હત્યારા રમેશ નું મોત નીપજો જ્યારે મકનાભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.