Abtak Media Google News

નવરાત્રીનું આયોજન વિચારણા હેઠળ હોવાનુ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

આગામી ટુંક સમયમાં નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં એક જ પ્રશ્ર્ન ઉઠી રહ્યો છે કે આ વર્ષે ગરબાનુ આયોજન થશે કે કેમ? ત્યારે આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે નવરાત્રી મહોત્સવને લઇને મોટુ નિવેદન આપ્યું છે.

આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે નવરાત્રીનુ આયોજન વિધારણા હેઠળ છે. ગરબાથી ગુજરાતનુ નામ  દેશ વિદેશમાં ગૂંજતુ થયું છે ત્યારે નવરાત્રીએ દરેક ગુજરાતીનો પ્રિય તહેવાર છે પરંતુ નાગરિકોની સલમાતી જાળવવીએ પણ સરકારનું કર્તવ્ય છે. ગુજરાતવાસીઓ નવરાત્રીને લઇને ઉત્સુક છે. ત્યારે સરકાર નવરાત્રીના આયોજન અંગે વિચારણા કરી રહી છે. વધુમાં જણાવ્યુ હતુ કે એકબાજુ કોરોના નુ સંક્રમણ અટકાવવુ જરૂરી હોય ત્યારે નવરાત્રીની મંજૂરી ગાઇડલાઇનની મર્યાદામાં રહીને કયા પ્રકારની અનુમતિ આપવી તે અંગે સરકાર વિચાર કરી રહી છે. આ નિવેદનથી નિયંત્રણો સાથે નવરાત્રીને ચોકકસ મજુરી અપાઇ તેવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સંકેના આપ્યાં છે. આ ઉપરાંત કેટલો સમય કેટલા લોકોને કયા પ્રકારની મંજુરી આપવી તે અંગે પણ વિચારણા થનાર હોવાનુ જણાવ્યુ હતુ. નીતીન પટેલના આ નિવેદનને લઇ ગરબા સંચાલકો અને ખેલૈયાઓમાં ખુશી છવાઇ છે તેમજ નવરાત્રીની મંજૂરીને લઇને એક નવી આશા જાગી છે.

આ ઉપરાંત નીતીનભાઇ પટેલે વિધાનસભા સત્રમાં કોરોના મુદ્દે ચર્ચા કરવા પ્રસ્તાવ લાવવા વિચારણા થઇ રહી હોવાનુ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.