Abtak Media Google News

વિશ્ર્વભરમાં થયેલા સાયબર એટેકની અસર ભારતમાં પણ ફેલાઈ રહી છે. આ હુમલાને ખાળવા માટે નિષ્ણાંતો ખડે પગે છે. તો બીજી તરફ ગુજરાતના વિવિધ શહેરોમાં સરકારી કચેરીઓમાં આ રેન્સમવેર ફેલાય નહીં તે માટે કોમ્પ્યુટર ઉપર થતી કામગીરી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કલેકટર કચેરી ખાતે બે કોમ્પ્યુટરોને સાયબર એટેકની અસર થઈ હોવાનો સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. શનિવારે કલેકટર કચેરીના બે કોમ્પ્યુટરોને અસર થઈ હોવાની શંકા જતા તમામ કોમ્પ્યુટરો બંધ કરી દેવામાં આવ્યા હતા અને અન્ય કોમ્પ્યુટરાેને અસર ન થાય તે માટે પુરતી તકેદારી શ‚ કરવામાં આવી હતી.

દેશભરમાં શ‚ થયેલા રેન્સમવેરના ફેલાવાને અટકાવવા માટે રાજકોટની કલેકટર કચેરીમાં ઈન્ટરનેટના વપરાશ ઉપર રોક મુકવામાં આવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. શનિવારે પડેલી આશંકા બાદ સોમવારે પણ મોટાભાગના વિભાગોમાં કોમ્પ્યુટર બંધ રાખવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. જેના પરીણામે અરજદારો કામગીરી શ‚ થવાની રાહ જોઈ રહ્યા હતા જો કે કચેરીના તમામ કોમ્પ્યુટરો સુરક્ષિત છે અને રેન્સમવેરની અસર ન થાય તે માટે પુરતુ ધ્યાન દેવામાં આવી રહ્યું છે. એમ પણ કહેવાય રહ્યું છે કે આ રેન્સમવેર મોટાભાગે વિન્ડોઝ એકસપી અને વિન્ડોઝ-૭માં અસર કરે છે તે માટે અસર થયેલા બે કોમ્પ્યુટરમાં ઓપરેટીંગ સિસ્ટમ બદલાવીને ફાઈલો સુરક્ષિત કરી દેવામાં આવી હતી. જોકે આ અસર રેન્સમવેરની છે તેવી પૃષ્ટી મળી રહી નથી. એક તરફ ગુજરાતના વિવિધ શહેરોમાં સરકારી કચેરીઓ આ હુમલાની અસરને ખાળવા માટે કોમ્પ્યુટરના વપરાશ ઉપર રોક મુકવામાં આવી છે ત્યારે રાજકોટમાં પણ કચેરીઓના કોમ્પ્યુટરને રેન્સમવેરની અસર ન થાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.