Abtak Media Google News

રાજયના અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ સરકારી વિભાગોને એલર્ટ કરાયા: ગુજરાત સરકારની વેબસાઈટો સુરક્ષીત

બ્રિયન અમેરિકા સહિત વિશ્ર્વનાં ૧૫૦થી વધુ દેશોની સરકારી વેબસાઈટ હેક કરનાર ખતરનાક વાનાક્રાઈ સાયબર હુમલાને કારણે ગુજરાત સરકારની અનેક કચેરીનાં કોમ્પ્યુટર ઠપ્પ થઈ ગયા હોવાની ચોકાવનારી હકિકત બહાર આવી છે. બીજી તરફ આ હુમલાને કારણે રાજયનાં અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા હાઈએલર્ટ જાહેર કરી રાજય સરકારની તમામ કચેરીનાં વડાને સાવધ કરાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારના રોજ યુરોપ, અમેરિકા, સહિતનાં ૧૫૦થી વધુ દેશોમાં સાયબર એટેક થયો હતો જેને પગલે મેડીકલ, બેંકીંગ સહિતની અનેક ઓનલાઈન કામગીરીને માઠી અસર પહોચી છે. હેકર્સ દ્વારા થયેલા આ વૈશ્ર્વિક સાયબર હુમલામાં કોમ્પ્યુટર લોક કરી નાખી હેકર્સ દ્વારા ખંડરી પણ માંગવામા આવી રહી છે. બીજી તરફ આ સાયબર એટેકને કારણે ગુજરાત સરકારનાં જુદા જુદા વિભાગોમાં કોમ્પ્યુટરનાં રેન્સમવેરને નુકશાન પહોચ્યું હોવાનું બહાર આવ્યું છે.

વૈશ્ર્વિક સાયબર હુમલાની અસર ગુજરાત સરકારનાં ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકશાન ન પહોચાડે તે હેતુથી ગઈકાલે રાત્રે અધિક પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજય દ્વારા તમામ સરકારી વિભાગોનાં વડાને ઈ-મેલ મારફતે એલર્ટ કરી જ‚રી સૂચનાનું પાલન કરવા આદેશ જારી કરી અજાણ્યા ઈ-મેલ કે અન્ય ઓનલાઈન કામગીરીમાં સાવધ રહેવા જણાવ્યું છે.

વધુમાં અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ સરકારી વિભાગોનાં વડાને પોતાના કોમ્પ્યુટરના પ્રોબ્લેમ અંગે તાકીદે જીસ્વાનનાં એન્જીનીયરો સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન સીકયુરીટી રીસર્વર મેલવેટ ટેકનોલોજીએ આજે બીજો સાયબર હુમલા થવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.