વીજ કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે: ૨૧ જાન્યુઆરીએ માસ સીએલ

પડતર પ્રશ્ર્નોનો હજુ ઉકેલ ન આવતા ઉર્જા સંયુકત સંકલન સમિતિએ કર્યુ લડતનું એલાન: રાજયભરમાં ૧૬ જાન્યુઆરીએ સુત્રોચ્ચાર અને ૧૭થી ૨૦ જાન્યુઆરીએ કોળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ

ઊર્જાક્ષેત્રની સાતેય કંપનીઓના કુલ ૫૫ હજાર જેટલા વીજ કર્મચારીઓ અને અધિકારીઓ ઇજનેરે જેઓ કુદરતી આપતિઓના સમયમાં નિડરતાપૂર્વક, ખંત, નિષ્ઠા અને પોતાના કુટુંબની પરવા કર્યા સિવાય ફરજો બજાવીને રાજય સરકાર તથા રાજયની પ્રજાની પ્રતિષ્ઠામાં દિન-પ્રતિદિન વધારો કર્યો છે. છેલ્લા નવ (૯) માસથી વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસના મહાસંક્રમણ વચ્ચે પણ વીજક્ષેત્રની તમામ ફરજો ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવીને તમામ કં૫નીના ગ્રાહકો અને સમગ્ર પ્રજાને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થવા દીધેલ નથી ત્યારે વીજ કર્મચારી ઓના હકક અને એલાઉન્સ જે ચોથા વેતનપંચ સમયે રાજય સરકાર દ્વારા મંજુર કરેલ તમામ બોજો બેઝીકમાં સુધારો કર્યા સિવાય એલાઉન્સ ‚પે પણ આપેલ અને પાંચમા વેતનપંચની અમલદારી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ૪૦% વેઇટેજ મુજબ બેઝિક સુધારેલ જયારે ઊર્જાક્ષેત્રના પાંચમા વેતનપંચના અમલ સમયે તે એલાઉન્સ અકબંધ રાખવા ૩૦% વેઇટેજ મુજબ બેઝિકમાં સુધારો કરેલ જેથી આ એલાઉન્સ બેઝીક સામે હોવાથી રાજય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજુરી અટકાવી રાખતા વારંવાર સંકલન સમિતિ તથા જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન/એસોસીએશનો દ્વારા પત્રો આપવા છતાં ઊર્જા ક્ષેત્રના ૫૫,૦૦૦ જેટલા વીજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ફરી લેખીત રજૂઆત કરી આંદોલનનો માર્ગ આપનાવવાની ચીમકી આપી છે.

આ મુદ્દાઓનું તા.૧૫-૧-૨૧ સુધીમાં નિરાકરણ નહીં લાવવામાં આવે તો સંકલન સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓનું તબકકાવાર આંદલોનનો કાર્યક્રમ અખત્યાર કરવામાં આવશે. તેમ અગ્રવિકાસંઘનાં સીનીયર સેક્રેટરી જનરલ બી.એસ. પટેલ, જીબીઆના સેક્રેટરી જનરલ સેક્રેટરી બી.એલ. શાહ સહિતની યાદીમાં જણાવાયું છે.

ઉર્જા સંયુકત સંકલન સમિતિની મુખ્ય માગણી

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા આ મુજબની માંગણીઓ કરવામાં આવી છે. જેમાં સાતમાં વેતનપંચની અમલવારી પછી સુધારેલ બેઝીક ઉપરના તમામ એલાઉન્સ ૦.૮૦ મેટ્રીકસ મુજબ તારીખ ૦૧-૦૧-૨૦૧૬થી ચૂકવી આપવા. બાકીના અન્ય એલાઉન્સ અને એડવાન્સ અંગે માન્ય યુનિયન/એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે બે માસની સમયમર્યાદામાં ચર્ચાઓ કરી નિકાલ લાવવો. વધુમાં, હાઉસિંગ લોન (એચ.બી.એ.)અને અન્ય એડવાન્સ ની રકમની મર્યાદામાં વધારો કરવો. વિદ્યુત સહાયકોના સમયગાળા બાબતે માન્ય યુનિયન/એસોસિએશન અને મેનેજમેન્ટ વચ્ચે થયેલ સમાધાનનું પાલન કરવું. ઉપરાંત, રાજય સરકાર દ્વારા ફિકસ પગાર અંતર્ગત આવતા કર્મચારીઓ અધિકારીઓને મળતાં તમામ લાભોની અમલવારી ત્વરિત કરવી. કર્મચારીઓ અધિકારીઓને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ તથા બોનસ એકટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એકટ લાગુ પડતો હોઇ એચ.આર.એ./ સી.એલ.એ. કેન્દ્ર સરકાર આધારિત જાહેર કરવું. સાતમા વેતનપંચ્ના સંપૂર્ણ મુદ્દાઓને સાંકળીને ૨ પી કરાર કરાવો.

આંદોલન કાર્યક્રમ

તા.૧૬ જાન્યુઆરી-સુત્રોચ્ચાર

તા.૧૭થી ૨૦ જાન્યુઆરી- કાળીપટ્ટી

તા.૨૧જાન્યુઆરી-માસ સી.એલ.