Abtak Media Google News

આવતા સપ્તાહે ટેકનિકલ બીડની ચકાસણી: ફાઈનાન્સીયલ બીડ ચકાસ્યા બાદ પ્રિમિયમનોખ્યાલ આવશે

ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને પાકું ઘરનું ઘર મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. શહેરના પોશ એવા રેસકોર્સ રીંગ રોડ પાસે આવેલી બાવળીયાપરા ઝુંપડપટ્ટી વિસ્તારને પીપીપીના ધોરણે ડેવલોપ કરવા માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે. પ્રથમ પ્રયત્ને એક પણ પાર્ટીએ રસ ન દાખવતા અંતે મુદતમાં એક સપ્તાહનો વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન આ સાઈટ માટે ત્રણ એજન્સીઓએ ટેન્ડર ઉપાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેસકોર્સ રીંગ રોડ પાછળ આવેલી બાવળીયાપરા વિસ્તારમાં ૪૧૪૩ ચો.મી. જમીન પર આશરે ૧૦૦ જેટલા ઝુંપડા ખડકાયેલા છે. આ ઝુંપડાધારકોને પાકા ઘરના ઘર આપવા માટે અહીં પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાંઆવી છે. તાજેતરમાં આવાસ યોજના વિભાગ દ્વારા ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાંઆવ્યા હતા. જેમાં એક પણ પાર્ટીએ ટેન્ડર ન ઉપાડતા અંતે ટેન્ડરની મુદતમાં ૬ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાંઆ મુદ્દત પૂર્ણ થતા ત્રણ એજન્સીઓએ ટેન્ડર ઉપાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં રાજકોટની અમી હોમ ડેવલોપર્સ અને જે.પી. સ્ટ્રકચર અને અમદાવાદની એપલ વુડ નામની એજન્સીઓએ ટેન્ડર ઉપાડયા છે. આવતા સપ્તાહે ટેન્ડરની ટેકનિકલ બીડની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ ફાયનાન્સીયલબીડ તપાસાશે અને પછી ખ્યાલ આવશે કે આ જમીન માટે એજન્સીઓ દ્વારા કેટલા પ્રિમીયમની ઓફરકરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.