Abtak Media Google News

ઘરનું ઘર એ કોઇ પણ નાગરિકની જીવનભરની મહેચ્છા હોય છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં અને ગુજરાત જેવા વિકાસશીલ રાજયમાં વસતા શહેરી ગરીબોની આ અદમ્ય ઇચ્છા સંતોષવા અને રાજયને સ્લમ-ફ્રી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી ગરીબોને તેમની માલિકીનું મકાન અપાવવા આક જહેમત ઉઠાવી છે, જેના પરિણામે સૌરાષ્ટ્રના હદયસમા રાજકોટ શહેરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પી.પી.પી.) યોજના હેઠળ શહેરી ગરીબોને લઘુત્તમ જરૂરિયાતવાળા આવાસો ફાળવવામાં આવી રહયા છે.

શું છે આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પી.પી.પી.) યોજના? લાંબા ગાળાની સહકારી વ્યવસ માટે સરકાર અને જનતા પરસ્પરની સમજૂતીથી જે કંઇ પણ વિકાસકામોનું આયોજન કરે, તેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(પી.પી.પી.) યોજના તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ગુજરાત, કર્ણાટક,  મધ્યપ્રદેશ, તામિલનાડુ વગેરે રાજયોએ આ વ્યવસ સ્વીકારી છે. ઉર્જા, સિંચાઇ, પાણી પુરવઠા, એરપોર્ટ, ટેલી કોમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં (પી.પી.પી.) યોજના અમલમાં મુકાઇ છે. જેના સુફળ આ તમામ રાજયોમાં અત્યારી જ જોવા મળી રહયા છે.

રીહેબિલિટેશન એન્ડ રીડેવલપમેન્ટ ઓફ સ્લમ રેગ્યુલેશન્સ-૨૦૧૦ના કાયદા અન્વયે  શહેરોમાં વસતા ગરીબો માટે રાજય સરકાર ૨૫ ચોરસ મીટર વિસ્તારમાં મુળભૂત અને પાયાની જરૂરિયાત ધરાવતા આવાસો તદ્દન નિ:શુલ્ક(સાવ મફત) આપે છે. રાજકોટ શહેરમાં અંબિકા ટાઉનશીપ પાસેના ભારતનગર, પ્રેમમંદિર પાસેના બિશોપ હાઉસ, રૈયાધાર પાસેના પાણીના ટાંકા પાસે મચ્છુનગર અને રૈયાધાર, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાસેના હિંગળાજનગર-૧ અને ૨(બે), ભાવનગર રોડ પાસે રાજમોતી ઓઇલ મિલ સામે સીતારામનગર, હરિ ધવા રોડ પરના ઘનશ્યામનગર, સાધુ વાસવાણી રોડ પાસેના નટરાજનગર વગેરે વિસ્તારોમાં રહેતા શહેરી ગરીબો માટે અંદાજે રૂ. ૩૭૭.૫૧ કરોડના ખર્ચે ૨ હજાર ૭૨૭ આવાસો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. માચ્ર-૨૦૧૯ સુધીમાં આ તમામ વિસ્તારોના લોકોને પોતાની માલિકીના મકાનો મળી જશે.

રાજ્યસરકારની જુના આવાસોના પુન:નિર્માણ/પુન:વિકાસ અંગેની ગૃહ નિર્માણ નીતિ-૨૦૧૬ અંતર્ગત વોર્ડ નં ૮ માં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રોડ પાસે આવેલ અરવિંદ મણીયારનગરના ૨૦૮ ફ્લેટસને રીડેવલપ કરવા માટે ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. આ અન્વયે લાર્ભાથીઓને હયાત આવાસ કરતા ૪૦% મોટું આવાસ વિના-મુલ્યે મળવાપાત્ર થશે. જયારે રાજકોટ મહાનગરપાલિકાને ૪૦.ચો.મી. ના ૭૬ આવાસો મળવાપાત્ર થશે.

રૈયાધાર ઝૂંપડપટ્ટીના આશરે ૨૪૦ લાર્ભાથીઓને આ યોજના હેઠળ બે બેડરૂમ હોલ કિચન સહિતનું માલિક હક્કથી સોનું ઘરનું ઘર તદ્દન વિના-મૂલ્યે આપવામાં આવેલ છે. બાંધકામની કામગીરી ચાલુ હતી, તે દરમ્યાન દર માસે રૂ. ૩૫૦૦ ઘરભાડા તરીકે પણ આપવામાં આવ્યા હતા. આ આવાસ યોજનામાં કોમન પ્લોટ, ગાર્ડન, લિફટ,અદ્યતન ફાયર સીસ્ટમ, પાર્કીંગ, દુકાનો, અંડર અને ઓવર ગ્રાઉન્ડ પાણીની ટાંકી, પીવાના પાણીની તેમજ ભૂગર્ભ ગટરની સગવડ, આંતરિક લાઇટો વગેરે આપવામાં આવેલ છે. રાજકોટ શહેરને સ્લમ ફ્રી બનાવવાની દિશામાં આ એક નક્કર પગલું સાબિત થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.