Abtak Media Google News

અઢાર શાસ્ત્રોમાં મીમાંસા શાસ્ત્ર શ્રેષ્ઠ, તેના કરતાં તર્કશાસ્ત્ર શ્રેષ્ઠ છે. તર્કશાસ્ત્રથી પુરાણો શ્રેષ્ઠ છે, પુરાણોથી ધર્મશાસ્ત્રો શ્રેષ્ઠ છે. તેના કરતાં શ્રુતિ છે. આ રીતે સર્વ શાસ્ત્રો શ્રેષ્ઠ હોવા છતાંય તેનાથી વધુ શ્રેષ્ઠ ગાયત્રી મંત્ર છે.

પ્રાણને ગય કહે છે અને જે પ્રાણનું રક્ષણ કરે છે, તે ગાયત્રી છે, હે દેવી !  તમો ઉ5ાસકનું રક્ષણ કરો છો. (ભારદ્વાજ) એટલે તમારૂ નામ ‘ગાયત્રી’ પડયું છે. ‘ગય’ પ્રાણને કહે છે, પ્રાણનું રક્ષણ કરવાથી ગાયત્રી નામ બને છે…. (વશિષ્ઠ)

ગાયત્રી મંત્રનું બીજુ નામ તારક મંત્ર છે. તારક એટલે તારનાર , પાર ઉતારનાર આ કહેવાતા સંસાર સાગરથી પાર ઉતારે મોહ માયાના બંધનથી છોડાવે, બેકો પાર કરાવે, એનું નામ ગાયત્રી

અન્ય મંત્રોમાં કોઇમાં સ્તુતી, કોઇમાં ઉપાસના તો કોઇમાં પ્રાર્થનાનું પ્રાધાન્ય છે પરંતુ ગાયત્રી મંત્રના ત્રણ ચરણ છે જેમાં પ્રથમ પદમાં સ્તુતી, બીજા પદમાં ઉપાસના અને ત્રીજા પદમાં પ્રાર્થના છે

અનાદી-કાળથી આ ગુરુ મંત્ર છે. ગાયત્રી ગુરૂસત્તા દ્વારા સંકલ્પ, શ્રઘ્ધા અને પ્રેરણાથી જે પ્રકાર મળે છે. તેનો પ્રેરણા સ્ત્રોત ગાયત્રી મંત્ર છે. અન્ય અર્થમાં જોઇએ તો, ગુ-જ્ઞાન વર્ધક, રૂ- અશુભ, નિવારણ જે જે અશુભ-તત્વને નિવારી શુભત્વ તરફ પ્રયાણ કરાવે એ ગાયત્રી એવું પણ કહી શકાય કે ગાયત્રી મંત્રના પાંચ ભાગો દ્વારા વિદ્યાર્થી કામ ક્રોધ, લોભ, મોહ અને અહંકાર રૂપી અંધકારમાં ધકેલતા પાંચ અવરોધોને આસાનીથી દૂર કરી પ્રકાશના પંથે પ્રયાણ કરી શકે. એ માટેનો સર્વશ્રેષ્ઠ મંત્ર ગાયત્રી-મંત્ર છે. ગાયત્રી વેદ-માતા છે.

ગાયત્રી સદ્દબુઘ્ધિ અને સુમતિ દાતા તંત્ર છે. બુઘ્ધિ સઘળું સુધારે, બુઘ્ધિજ બધુ બગાડે, બુઘ્ધિમાંથી વિચાર ઉદ્દભવે વિચાર દ્વારા આચરણ થાય, આચરણથી કર્મ બંધાય અને કર્મ દ્વારા સંસ્કારનું સર્જન થાય.

આ આખું ચકકર સુધારવું હોય જીવન સાર્થક કરવું હોય તો ગાયત્રીની સાધના કરવી અનિવાર્ય છે.

અન્ય મંત્રોમાં કોઇમાં સ્તુતિ કોઇમાં ઉપાસના તો કોઇમાં પ્રાર્થનાનું પ્રાધાન્ય છે. પરંતુ ગાયત્રી મંત્રના ત્રણ પદયાને ચરણ છે. પ્રથમ પદમાં સ્તુતિ બીજા પદમાં ઉપાસના અને ત્રીજા પદમાં પ્રાર્થના છે. અને એટલે જ ગાયત્રી મંત્ર સર્વ શ્રેષ્ઠ મંત્ર મંત્રરાજ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.