Abtak Media Google News

છેલ્લા અખબારી અહેવાલનું મથાળુ દર્શાવે છે કે, ‘જમ્મુ-કાશ્મીરમાં આતંકી ખૌફ: સેના, એરફોર્સ એલર્ટ: પાક ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ.’

બીજા એક અખબારી અહેવાલનું મથાળું દર્શાવે છે કે, ‘અયોધ્યામાં રામલલ્લા માટે મંદિરના દરવાજા ખૂલવાનો ‘તખ્તો તૈયાર ! સુપ્રીમ કોર્ટમાં રામલલ્લાના વકીલે મંદિરની તરફેણમાં અને મસ્જીદની વિરૂધ્ધમાં પૂરાવા સાથે કરેલી રજૂઆત.’

આ બંને અહેવાલ માનવ સહજ ડંખની છાંટ હોવાનું દેખાઈ આવે છે. આપણો ઈરાદો તો આ બંને મુદ્દાઓને ભારતનાં ભાગ્યવિધાતા બનાવવાનો છે. અને લેશમાત્ર ડંખ વગર કે ધૃણાની છાંટ વગર લાગતા વળગતા સૌ ભેગા મળે અને નવા મનુષ્યો સર્જાવાની હવે શરૂઆત થઈ ગઈ હોય તેમ આ બંને ઈરાદા નિવેધપાર પડે એવી પ્રાર્થના કરે તો એ રૂડું અને માનવજાતની શોભા વધારે એવું રોમાંચક બની રહેશે!

‘મઝહબ નહિ શિખાતા આપસમે બૈર રખના, હિન્દી હૈ હમ વતન હૈ. હિન્દોસ્તાં હમારા…’

વિશ્ર્વને અને માનવજાતને ઉમદા શિક્ષણ પધ્ધતિનું પ્રદાન કરનાર મેડમ મોન્ટેસોરીએ લેશમાત્ર હિચકિચાટ અને આશંકાની છાંટ વિના કહી નાખ્યું હતુ કે, ડંખ વગરનો માનવ સર્જવાનું કામ શિક્ષકો કરી શકે છે. બાલમંદિરથી વિશ્ર્વવિદ્યાલય સુધી…

વિખ્યાત શિક્ષણશાસ્ત્રી બ્રુબેકરે શિક્ષણને પરિવર્તનના ફલાયવ્હીલ તરીકે ઓળખાવ્યું હતુ અને વિશ્ર્વવિખ્યાત અર્થશાસ્ત્રી ગુન્નાર મિરડાલે શિક્ષણને વસ્તીની ગુણવત્તા વધારવાના ઉપકરણ તરીકે બહુમાનિત કર્યુ હતુ.

કોઈ પણ દેશ ધનવાન બનતા પહેલા વિધવાન બનવું પડે છે. કોઈ પણ દેશ ધનવાન બનતા પહેલા વિધાવાન બનવું પડે છે. શિક્ષણ વિના રાષ્ટ્રની પ્રગતિ શકય નથી. આ સર્વેસ્વીકૃત સત્ય છે. શિક્ષણ એ વિધાપ્રદાન કરનાર છે. શિક્ષક જેટલો સજજ તેટલા પ્રમાણમાં શિક્ષણમાં તેજસ્વીતા આવે. ગુજરાત કેટલુ સમૃધ્ધ છે તેનો માપદંડ તેના શિક્ષકો કેટલા નિષ્ઠાવાન, વિધાઉપાસક, વિધાર્થીનિષ્ઠ છે તે પરથી મળી શકે.

આજે શિક્ષણક્ષેત્રની ચારે તરફથી ટીકા થાય છે. સામાન્ય સૂર એવો છે કે શિક્ષણનું સ્તર નીચું ગયું છે. શિક્ષકો ભણાવતા નથી. એની ટીકા સાવ ખોટી જ છે. એમ પણ કહી શકાય તેવું નથી પણ હજુ ગુજરાતમાં કેટલાક શિક્ષકો એવા છે કે ખૂણે બેસીને, પ્રસિધ્ધિથી પર રહીને બાળકોને આરાધ્યદેવ ગણી, તેમની પૂજા કરી રહ્યા છે. ખર્ચે અનેક બાલગીતો, કથાગીતો, વાર્તાગીતોનાં પુસ્તકો તથા ઓડીયો કેસેટસ તૈયાર કરેલ છે. ખૂણામાં બેસી, બાળકોને આરાધ્યદેવમાની ફકત વિષય શિક્ષણ નહી પણ જીવનશિક્ષણ આપતા આવા શિક્ષકોને જોઈ નવી આશા બંધાય છે.

ગુજરાતના આવા ઉત્તમ શિક્ષકોને વંદન, આવા શિક્ષકોની જાત વધતી રહે એ આજનો તકાજો છે.

સંન્યાસી વૃતિથી કામ કરે તેવા શિક્ષકો બનાવવા એ આ સંસ્થાનો આદર્શ છે. અમારો પ્રયત્ન સફળ થતો જોયો છે. આ સંસ્થાનો તાલીમાર્થી આજે સફળ આચાર્ય છે. સમાજમાં તેનો દાખલો દેખાય છે, તે જાણી અમારી શ્રધ્ધા વધી છે જેની પાસે કલ્પના ન હોય, સ્વપ્ન ન હોય તે ભલે જીવતો હોય પણ તેની જીંદગીમાં ધબકતું જીવન નહી હોય ભગવાનેસરસ યુવાની આપી છે. બુધ્ધિ આપી છે. શકિત આપી છે. તો જીવન જીવવાનો આનંદ માણો, ક્ષણોને મહોત્સવ બનાવી જીવો. શિક્ષણ જીવન જીવવાની દ્રષ્ટી ન આપે તો શા કામનું? જે ક્ષણો ક્ષણ પ્રસન્નતાથી જીવતો નથી તે જીવતરનો ભાર વેંઢારે છે.ભૂંડનું જીવન જીવન નથી તે જીવે છે, પેટ ભરે છે. સંસાર ચલાવે છે, પણ જીવનની દ્રષ્ટિ તેની પાસે નથી જીવવું અને જીવી જાણવું એ બેંમા ફેર છે. આ સંસ્થા ચોકકસ દ્રષ્ટી આપે છે જીવનને ઓળખવાની, સમજવાની આગવી સુઝ આપે છે. ત્યારે શિક્ષણ કેળવણી બને છે.

સમાજમાં સત્યકાર્યોની વહેલી મોડી પણ નોંધ લેવાય જ છે. જીવનમાં ક્દી દુ:ખી નહી થાઓ, શ્રધ્ધા રાખજો, મથામણથી થાકશો નહીં. સમજણ જેવી ઉત્તમ એકેય શિક્ષણ-પ્રક્રિયા નથી… સફળ શિક્ષણ તે છે જે સમાજ પરિવર્તન કરી શકે.

આના ઉપરથી એમ માની શકાય કે, આ સંસ્થાએ મનુષ્યોને બદલવાનું અને નવા યુગલક્ષી મનુષ્યો ઘડવાનું જે મીશન પૂરેપૂરી લગની અને પૂરેપૂરા ખંત સાથે આંદોલિત કર્યું તે ઈચ્છીત રંગ લાવ્યું જ… અર્થાત શિક્ષણમાં તથા શિક્ષકોમાં આમૂલ પરીવર્તન લાવવાની તેની ખ્વાહીત મૂર્તિમંત બની.

આ રીતે માણસોનો જે ફાલ ઉતર્યો એ બધા નખશીખ પવિત્ર તેમજ અણીશુધ્ધ માનવતાભીના નીવડયા, અને તેમની માનવસહજ ડંખની વૃત્તિ સો ટકા ઓગળી ગઈ હોય એવા નવાજ મનુષ્યો તરીકે તેમને માનવ સમાજે વધાવ્યો !

મધમાખી ડંખ વગરની કેમ બનીગ ઈ હશે તે તો જ્ઞાની વિજ્ઞાનીઓ જાણે, પણ ડંખ વગરનો માણસ બનાવવાનું કામ શિક્ષકનું છે. એવા મેડમ મોન્ટેસોરીના શબ્દો સનાતન સત્ય બની ગયા! કોઈ પણ દેશે ધનવતા બનતાં પહેલા વિધાવાન બનવું પડે છે. અને સારા તથા સાચા શિક્ષણ વિના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ શકય નથી. એ સર્વસ્વીકૃત સત્ય છે.

આપણા દેશને જયારે લગીરે ડંખ વગરના અને પરસ્પર ધિકકાર વિહોણા લોકો મળી જશે અને સૌ ભેગા મળીને જમ્મુ-કાશ્મીર તથા રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણનું લક્ષ્ય સાધવા આગળ આવશે ત્યારે તે બંને ભારતના ભાગ્યવિધાતા બન્યા વિના નહિ રહે એમ નિર્વિવાદ કહી શકાશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.