Abtak Media Google News

ભગવતીપરામાંથી મળી આવેલી સગર્ભાના ન મળતાં પોલીસ તપાસ શરૂ રાજકોટ

શહેરના ભગવતીપરા વિસ્તારમાં પુલનીચેથી મળી આવેલી સગર્ભાને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતી હતી ત્યારે રસ્તામાં જ ૧૦૮ના સ્ટાફે પ્રસુતિ કરાવી હતી. મહિલાએ ૧૦૮માં પુત્રને જન્મ આપ્યા બાદ બંને માતા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ મહિલા સાથે કોઈ પરિવારજનો હાજર ન હોવાથી તથા મહિલાની માનસિક સ્થિતિ નબળી હોવાથી પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પુલ નીચે એક મહિલાને પેટમાં દુખાવો થતો હોય જાગૃતનાગરિકે ૧૦૮માં જાણ કરતા ૧૦૮નો સ્ટાફ સ્થળ પર પહોંચી મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવતા ઈએમટી ધર્મેશ બારૈયાએ તપાસ કરતા મહિલા સગર્ભા હોવાનું જાણવા મળતા તેને પ્રસુતિ પીડાઉપડી હોવાનું જાણ થતા તાકીદે ૧૦૮માં એમ્બ્યુલન્સમાં જ સારવાર શરૂ કરવામાં આવી હતી.સારવાર દરમિયાન જ ચાલુ એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરાવી હતી.જેમાં મહિલાએ પુત્રનો જન્મ થયો હતો.

મહિલાની પ્રસુતિ બાદ ૧૦૮ના સ્ટાફેમાતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલકરવામાં આવ્યા હતા જયાં હોસ્પિટલ પોલીસ અધિકારી દ્વારા પુછપરછ કરતા મહિલાએ પોતાનુંનામ કલ્પનાબેન સુમનભાઈ હોવાનું જણાવ્યું હતું અને પોતે ઝારખંડની વતની હોવાનું ખુલ્યું હતું. પરંતુ મહિલાની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાથી પોતાની પુરતીજાણકારી આપી શકી ન હતી. જયારે મહિલા સાથે એક ચાર વર્ષની બાળકીપણ હોવાનું જાણવા મળ્યું છે.

બાદમાં પરિવારજનો વિશે પુછપરછકરતા કલ્પનાબેન કોઈપણ પ્રકારની માહિતી ન આપતા શહેરમાં બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતાપોલીસે મહિલા પરિણીત છે કે કેમ ? ઝારખંડની છે તો અહીંયા કેવી રીતે આવી ? પરિવારજનો કયાં છે જેવા અનેક પ્રશ્ર્નોસાથે પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.સાથે પોલીસે પુછતાછ કરતા મહિલા માનસિક રીતે યોગ્ય ન હોવાથી હાલ સિવિલ હોસ્પિટલમાં પુરી સારવાર બાદ મહિલાની વધુ પુછપરછ કરી સત્ય હકિકત શું છે તે જાણવાના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.