Abtak Media Google News

જાણીતા કવિયત્રી અલ્પા મહેતા દ્વારા સંપાદિત પ્રેમ કાવ્ય સંગ્રહમાં મસ્તમગ્ન થઇ જશે કાવ્યપ્રેમીઓ

જાણીતા કવિયત્રી અલપા મહેતા દ્વારા 23 હિન્દી કવિઓની કાવ્યકૃતિઓના કાવ્ય સંગ્રહ પ્રેમ સ્મૃતિનું સંપાદન કરવામાં આવ્યું છે. આ કાવ્ય સંગ્રહ કાવ્યપ્રેમીઓ મસ્તમગ્ન થઇ જાય એ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે.

આ કાવ્ય સંગ્રહમાં કવિ આશિષકુમાર પાંડે, અલ્પા મહેતા, સંધ્યા શેઠ, સંજયકુમાર દેવાંગન, કુમાર પ્રિન્સ રસ્તોગી, કૈલાશ પર્વત, અંજની અગ્રવાલ, શિવમ યાદવ, સોમેન્દ્ર સક્ષમ, ડો. ગોવિંદ નારાયણ શાળીન્ડલય, રવિ શ્રીવાસ્તવ, સચિનકુમાર વર્મા, પ્રિયા પાંડે અનન્યા, રાજેન્દ્ર યાદવ કુવર, સ્નેહ લતા ભારતી,  ડો.ગુંજન જોશી, અર્પણ શુકલા સોમ, ઇતિ શિવહરે, અમરસિંહ નિધિ, આકાશસિંહ નિધિ, આકાશસિંહ, આરતી બક્ષી, પ્રિન્સીસિંહ અને આયુશીકુમારીના કાવ્યસંગ્રહ સમાવવામાં આવ્યા છે.

કાવ્ય સંગ્રહના સંપાદક અલ્પાબેન યોગેશભાઈ મહેતા પોતે એક કાવ્ય અને વાર્તા લેખક છે. તેઓ રાજકોટ ખાતે સ્થિત છે.  તેઓએ  અલ્પા અહેસાસ નામનું પુસ્તક લખ્યું છે. તેઓ વર્લ્ડ બુક ઓફ ટેલેન્ટ રેકોર્ડ, મોસ્ટ સંવેદનશીલ કવિયત્રી, સ્ટોરી મિરર એવોર્ડ અને સમ્રાટ તાનસેન કોરોના વોરિયર એવોર્ડ સહિતની એચિવમેન્ટ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, કવીયત્રી અલ્પાબેન મહેતાએ રચેલી શ્રેષ્ઠ 67 હિન્દી કવિતાઓનું સંકલન ધરાવતા પુસ્તક અલ્પા અહેસાસનું તાજેતરમાં ‘અબતક’ના આંગણે વિમોચન કરવામાં આવ્યું હતું. કવીયત્રી અલ્પાબેન મહેતાએ 300 જેટલી કવિતાઓની રચના કરી છે. આ કવિતાઓ રચવા પાછળ તેમના પિતા સ્વ.મુકુંદભાઈએ પ્રેરણા આપી હતી. અલ્પાબેન પોતાના જીવનના અનુભવો કાગળ ઉપર ઉતારતા ગયા હતા અને ધીમે ધીમે કવિતાઓ બનતી ચાલી ગઈ હતી. તેમણે લખેલી રચનાઓમાં રાજનીતિ, ભાઈચારો, માતા-પિતાના સંબંધ, પ્રેમ, નાની ઉંમરમાં દિકરીઓના લગ્ન સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેઓએ પોતાની રચનાઓમાં નારી જીવનની વ્યથા, હિંસા, બળાત્કાર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કર્યા છે. અલ્પાબેન મહેતા જણાવે છે કે, તેઓએ વર્ષ 2015થી કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. નાનપણથી જ તેઓને કંઈક કરી બતાવવાની ધગશ હતી. જેમાં તેઓના પિતાએ ખુબ સાથ આપ્યો હતો. તેઓએ જણાવ્યું કે, તેઓ સહકુટુંબમાં પરિવાર સાથે રહે છે. તેઓને હંમેશા પરિવારનો સાથ મળતો હોવાના કારણે અગાઉ તેઓએ અલ્પા અહેસાસ પુસ્તક લખ્યા બાદ હવે પ્રેમ સ્મૃતિ પુસ્તકનું સંપાદન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.