Abtak Media Google News

જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં પ્રથમ સભા મળી, પ્રમુખ-ઉપપ્રમુખ બંને બિનહરીફ જાહેર

બજેટ મંજુર કરવા અને નવી સમિતિઓ રચવા 26 અથવા 30 માર્ચે સામાન્ય સભા મળે તેવી સંભાવના

રાજકોટ જિલ્લા પંચાયતમાં ત્રીજી વખત ભાજપ શાસનનો સૂર્યોદય થયો છે. પંચાયતના પ્રમુખ તરીકે ભૂપત બોદર  અને સવિતાબેન વાસાણી બિનહરીફ થઇ ગયા છે. આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ સભામાં તેઓની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે. જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત કચેરીની બહાર કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

Dsc 4054

નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા આજે મળી હતી. અન્ય કોઇની ઉમેદવારી ન હોવાથી સભાના અધ્યક્ષ કલેકટર રેમ્યા મોહને બન્નેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. બન્નેએ આજથી પંચાયતનો કાર્યભાર વિધિવત રીતે સંભાળી લીધો છે. જિલ્લા પંચાયતની ગઇ સામાન્ય ચૂંટણીમાં 36 પૈકી 25 બેઠકો ભાજપને અને 11 બેઠકો કોંગ્રેસને મળી છે. કોંગી રાજને મતદારોએ જાકારો આપી ભાજપ રાજને આવકાર્યું છે. નવા પ્રમુખ શહેરના રાજકારણમાંથી જિલ્લાના રાજકારણમાં સક્રિય થયા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયતનું સુકાન સંભાળીને તેમણે લોકોના પ્રશ્નો માટે સતત સક્રિય રહેવાનું વચન આપ્યું છે.

Dsc 4056

જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા બન્ને સુકાનીઓને શુભેચ્છા આપવા ભાજપના કાર્યકરો – શુભેચ્છકો ઉમટી પડયા હતા. બજેટ મંજુર કરવા અને પંચાયતની સમિતિઓની રચના કરવા માટે ચાલુ મહિનાના અંત સુધીમાં જ નવા પ્રમુખ ખાસ સામાન્યસભા બોલાવનાર છે. તા. 26 અથવા 30 માર્ચે ખાસ સામાન્ય સભા મળે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.