Abtak Media Google News

હાલ વિશ્વ આખું પર્યાવરણ પડકારોથી પીડાઇ રહ્યું છે. તેવામાં ભારત કાર્બન ઝીરો ઉત્સર્જન માટે પગલું લેવાની તૈયારીમાં છે. જેમાં સરકાર ગ્રીન એનર્જીનો વપરાશ ફરજિયાત બનાવવાની હાલ તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ભારત સરકાર એનર્જી ક્ધઝર્વેશન એક્ટ હેઠળ નેશનલ રિન્યુએબલ પરચેસ ઓબ્લિગેશન્સને લાગુ કરવા વિચારી રહી છે. જેમાં ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓને નિયત અંશે ફરજિયાત ગ્રીન એનર્જી ખરીદવી પડશે. જેનું પાલન ન કરવા બદલ મોટો દંડ પણ થઈ શકે છે.

એનર્જી ક્ધઝર્વેશન એક્ટ હેઠળ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ માટે ગ્રીન પાવર ખરીદવો ફરજિયાત બનાવાશે, જો તેનું પાલન ન થાય તો દંડનીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ હશે

આ નિયમ તળે કુલ વપરાશમાંથી નવીનીકરણીય ઉર્જાનો લઘુત્તમ જથ્થો ખરીદવા ફરજિયાત બનશે. આ નિયમ વિતરણ કંપનીઓ, ઓપન-એક્સેસ ગ્રાહકો અને કેપ્ટિવ પાવર ઉત્પાદકોનો સમાવેશ થાય છે. રાજ્ય વીજળી નિયમનકારી કમિશન પણ તેમના અધિકારક્ષેત્રમાં પાલન સુનિશ્ચિત કરવા માટે જવાબદાર બનશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાએ અનેક રાજ્યોમાં આ નિયમ લાગુ છે પણ તેની બરાબર રીતે અમલવારી થતી નથી. તેવામાં હવે કેન્દ્ર સરકારે આ મામલે ઝુકાવ્યું છે. જુલાઈમાં ગોલ્ડમેન સેક્સના એક અહેવાલમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા ફરજિયાત રિન્યુએબલ ખરીદીની જવાબદારી નાણાકીય વર્ષ 2030 સુધીમાં એકંદર વપરાશના 40%ને વટાવી જવાની છે. એનર્જી ક્ધઝર્વેશન એક્ટ, 2001, ડિસેમ્બરમાં સંસદ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં ચોક્કસ ઉર્જા વપરાશ ધોરણો માટે વાહનો, ઔદ્યોગિક એકમો અને ઇમારતોનો સમાવેશ કરવાની જોગવાઈઓ સક્ષમ કરવામાં આવી હતી.

ગ્રીન એનર્જીના વપરાશથી અર્થતંત્ર ઉપરનું ભારણ ઘટશે

અત્યારે કોલસામાંથી ઉત્પાદન થયેલી વીજળીના વપરાશનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત ક્રૂડનો વપરાશ પણ વધુ છે. કોલસો અને ક્રૂડ મોટા પ્રમાણમાં આયાત થતા હોવાથી રાજકોશીય ખાધમાં તે વધારો કરે છે. તેના પગલે અર્થતંત્ર ઉપરનું ભારણ વધે છે. તેવામાં ઘરઆંગણે ઉત્પન્ન થતી ગ્રીન એનર્જીનો વપરાશ વધે તો આયતનું પ્રમાણ ઘટી શકે છે. આ ઉપરાંત પર્યાવરણ માટે પણ ગ્રીન એનર્જી ફાયદાકારક બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.