Abtak Media Google News
  • મ્યુ. કમિશનર આનંદ પટેલે વોર્ડ નં.12માં મવડી મેઇન રોડ પાસે નિર્માણાધિન ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લીધી

રાજકોટ મહાનગર પાલિકા નો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છો ત્યારે  મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં મવડી મેઈન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જેની  મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત  લીધી હતી. અને હાલ  ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.12માં મવડી મેઈન રોડ પર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણ થવાથી રાજકોટ શહેરને રમત-ગમત માટે એક ભવ્ય અને આધુનિક સુવિધા સાથેનું સંકુલ પ્રાપ્ત થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 11831.00 ચો.મી. જગ્યામાં 9500.00 ચો.મી. બાંધકામ કરવામાં આવી રહ્યું છે, આ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો અંદાજિત ખર્ચ રૂા.22.33 કરોડ થનાર છે. ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિશ ની રમત માટેના બે ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ ની રમત માટેના એક બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ ની રમત માટેના એક વોલી બોલ કોર્ટ અને કબ્બ,ડી માટેના ગ્રાઉન્ડનની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન એXમિનિસ્ટ્રેશન એરિયા, વેટિંગ એરિયા, 1200 લોકો બેસી શકવાની ક્ષમતાવાળું ઇન્ડોનર સ્ટેડિયમ, પ્લે-ગ્રાઉન્ડ1 એરિયા (44 મી. X 34 મી.) જેમાં બેXમિંટન  રમત માટે છ કોર્ટ અને એક મલ્ટી ગેમ કોર્ટ, સ્કવોશ  રમત માટેનો હોલ (26 મી. X 8 મી.) જેમાં બે સ્કવોશ કોર્ટ, ટેબલ ટેનિસ  રમત માટેનો હોલ (26 મી. X 8 મી.) જેમાં છ ટેબલ ટેનિસ, 10 મી. અરચેરી (ARCHERY) રમત માટે મહીલા અને પુરૂષ ના અલગ એક-એક હોલ (18 મી. X 8 મી.)ની સુવિધા ઉપલબ્ધ થશે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના પ્રથમ ફ્લોર પર જીમ (GYM) માટે મહીલા અને પુરૂષના અલગ એક-એક હોલ (21  X 8 ), યોગા (YOGA) માટે મહીલા અને પુરૂષના અલગ એક-એક હોલ (20 મી.X8 મી.), શૂટિંગ રેંજ (SHOOTING RANGE) રમત માટે મહીલા અને પુરૂષના અલગ એક-એક હોલ (28 મી. X 8 મી.), ચેસ-કેરમ (CHESS-CARROM) જેવી રમત માટે મહીલા અને પુરૂષના અલગ એક-એક હોલ (14 મી. X 8 મી.)ની સુવિધા પણ ઉપલબ્ધ થનાર છે, તેમ મ્યુનિસિપલ કમિશનર  આનંદ પટેલે જણાવ્યું હતું. આ વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. કુંતેશ મેતા, જીવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.