Abtak Media Google News

પાંચ રેસ્કયુ બોટ-ર7, રેસ્કયુ વાહનો, 60 ફાયર જવાનોની 6 ટુકડીઓ તૈનાત

જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે, અને રેસ્ક્યુ બોટ અને ફાયર ફાઈટર તથા અન્ય સાધન સામગ્રીને સુસજ્જ બનાવી લેવાઇ છે. ઉપરાંત 60 જેટલા અધિકારી અને ફાયરના જવાનોની અલગ-અલગ છ ટુકડીઓ બનાવીને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય માં રાખી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અને ગુજરાત ફાયર વિભાગના ડાયરેક્ટ કે. કે. બીશ્નોઈ તેમજ આસી. ફાયર ઓફિસર સી.એસ. પાંડીયન ની રાહબરી હેઠળ 60 જેટલા જવાનોની અલગ-અલગ છ ટુકડી ઓને તહેનાતમાં રાખવામાં આવી છે, અને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવી દેવામાં આવી છે.

ફાયર વિભાગના તમામ ફાયર ટેન્ડર, નાના-મોટા ત્રણ બુલેટ પાંચ રેસ્ક્યુબોટ, વગેરે તની ચકાસણી કરીને સાબદા કરી લેવામાં આવ્યા છે, ઉપરાંત ઝાડ કાપવા માટેના કટર મશીનો, રસ્સા, પાણીના બોયા વગેરે પણ સજ્જ બનાવી દેવાયા છે, અને સંભવિત વાવાઝોડા ના પગલે તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગરપાલિકાનું ફાયર તંત્ર સુસજ્જ બન્યું છે.

પીજીવીસીએલએ સંભવિત વાવાઝોડા ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા 108 ટીમ બનાવી

વાવાઝોડાના પગલે PGVCL એક્શન મોડમાં 108 ટીમ બનાવી જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા સંભવિત વાવાઝોડા તેમજ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે 108 જેટલી ટીમ બનાવવામાં આવી છે. ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ્પ ન થાય તે માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તાર જેવા કે ખંભાળિયા દ્વારકા જામનગર સહિત તમામ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા સતત મોનિટરિંગનું કામ પણ કરવામાં આવી રહી છે તેમ પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું. જામનગર પી.જી.વીસી.એલ દ્વારા સંભવિત વાવાઝોડાને પગલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

રાજકોટ પીજીવીસીએલના ચીફ એન્જિનિયર આર. જે. વાળાએ જણાવ્યું હતું કે વાવાઝોડુ ઉત્તર દિશા તરફ સક્રિય થઈ રહ્યું છે. જેને પગલે પોસ્ટલ એરિયામાં ટકરાય તેવી શક્યતા હોવાથી આગમતીના ભાગરૂપે વાવાઝોડાની તેમજ ભારે પવન અને વરસાદની સ્થિતિને પહોંચી પડવા 108 જેટલી ટીમનું બનાવવામાં આવી છે. આ વીજ પુરવઠો અવીરત પણ ચાલુ રહે તે માટે તમામ તૈયારીઓ ત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

આ સાથે તમામ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ અપાઇ છે. પીજીવીસીએલ દ્વારા દરિયાઈ વિસ્તાર જેવા ખંભાળિયા દ્વારકા જામનગર સહિત તમામ દરિયાકાંઠા ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જરૂર પડે તો અન્ય ટીમ પર બહારથી બોલાવવામાં આવશે તેમ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. વીજ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.