Abtak Media Google News

મગજ, સ્પાઇનલ કોર્ડ અને નર્વસ એટલે નર્વસ સિસ્ટમ, માનવ શરીરના દરેક પ્રકારના કાર્યોને નર્વસ સિસ્ટમ કંન્ટ્રોલ કરે છે. શરીરમાં કોઇપણ પ્રકારની તકલીફ થાય જેમ કે ચાલવામાં, બોલવામાં, ખોરખ ગળા નીચે ઉતારવામાં તેમજ શ્ર્વાસ લેવામાં તો તેની અસર તમારા મૂડ પર પડે છે. આવી તકલીફોને ન્યુરોલોજીકલ ડીસઓડર્સ કહેવાય છે. માનવીના મગજના ૫૦૦ ઉપરાંત રોગોની ચર્ચા કરવા એક પુસ્તક પણ ઓછુ પડે માટે જો તમને પણ મગજની તકલીફો હોય તો અમુક સાવધાની રાખીને તમે રોગોથી રાહત મેળવી શકો છો.

Advertisement

– કસરત કરા :-

જો તમે આજ સુધી કોઇપણ જાતની કસરત ના કરી હોય તો કસરત શરુ કરતા પહેલા ડોક્ટર પાસે જઇને શારીરીક તપાસ કરાવો. નિયમિત કસરતથી મગજને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે તે માટે તમારે કસરત કરવી જરુરી છે.

– કેફી પદાર્થો ન લેવા :

તમારા મગજની કાર્યશક્તિને નબળી પાડવા ન દેવી હોય તો તમાકુ સિગારેટ, ગુટકા, દારુ કે અન્ય કોઇ કેફી પદાર્થો લેતા હોય તો તેને બંધ કરી દો..

– પુરતી ઉંઘ લેવી :

માનવ શરીરને ૬ થી ૭ કલાકની ઉંઘ લેવી જ જોઇએ જો તમે મગજની બિમારીઓથી રાહત મેળવવા માંગતા હોય તો આ બાબત ચોક્કસ યાદ રાખો.

– ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર :

મગજને નુકશાન કરે તેવી તમારી શારીરીક પરિસ્થિતિ જેવી કે બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ પ્રત્યે બેદરકાર રહેશો નહીં.

– ખોરાકનું યોગ્ય આયોજન કરો :

સમતોલ, પૌષ્ટિક અને ચોખ્ખો ખોરાક લો. જેમાં ૫૦થી ૬૦ ગ્રામ કોપ્મ્લેક્ષ કાર્બોહાઇડ્રેટ અને ૩૦ થી ૪૦ ગ્રામ તેલ અને ઘી જેવા પદાર્થો, જરુરી વિટામિન, મિનરલ અને ફાઇબર મળે માટે દિવસમાં ૨ થી ૩ તાજા ફળો અને ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલા લીલા શાકભાજી ખાઓ અને રોજની બે થી અઢી લીટર પાણી પીવાનું ભુલશો નહીં.

આટલું કરવાથી કુદરતી રીતે મગજના રોગોનું નિવારણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.