Abtak Media Google News

દેશનો સૌથી મોટો એકસ્પો તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાઈ ગયો. ‘વાપટેગ’ એકસ્પોમાં દેશ-વિદેશની નામી કંપનીઓએ ભાગ લઈ પાણીનો બગાડ અટકાવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડયું હતું. હાલ વર્તમાન સમયમાં વિશ્ર્વની સૌી મોટી જળ સમસ્યા છે.

ત્યારે આપણે પાણીના જીવન જ‚રીયાત ઉપયોગ કરતા પણ ઔદ્યોગીક એકમોમાં પાણીનો વધારે વપરાશ થાય છે ત્યારે આ પાણીના વધુ પડતા વપરાશને કઈ રીતે અટકાવી શકાય તે માટેના આ હેતુી વોટર એકસ્પો યોજાયો હતો. આ એકસ્પોમાં દેશ-વિદેશમાંથી આવેલી કંપનીઓ દ્વારા ઈકવીપમેન્ટ્સ રાખવામાં આવ્યા હતા જેનાથી પાણીના બગાડને અટકાવી શકાય.

સરકારના નિયમ પ્રમાણે ૫૦૦ પીપીએમ ક્ષમતાવાળુ પાણી પીવાલાયક હોય છે પરંતુ આરઓ પ્લાન્ટમાં પાણી ફિલ્ટર તા જ તેમાં ટીડીએસ ઘટી જાય છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક નિવડતું હોય છે.

આ સમસ્યાનો અંત લાવવા ઘણી કંપનીઓએ વોટર ફિલ્ટર પ્લાન્ટમાં કુદરતી સંપન્ન રસાયણોી એક ટયૂબ બનાવી છે. જેનાથી પાણી ફિલ્ટર વાની સો સો ટીડીએસ પણ ન ઘટે અને લોકોને પીવાલાયક પાણી મળી શકે.

વર્તમાન સમયમાં પાણીનો જે રીતે વપરાશ યો છે તેને જોઈ એવું દેખાઈ રહ્યું છે કે, બીજી વિશ્ર્વ યુધ્ધ પણ પાણી પ્રશ્ર્ને થાય તો નવાઈ નહીં.

કારણ કે ઔદ્યોગીક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા પાણીનો વધુ પડતો બગાડ થઈ રહ્યો છે.

આ મુદ્દે સરકાર ચિંતીત છે અને યોગ્ય દિશામાં કઈ રીતે પાણી પ્રશ્ર્નને હલ કરવો તે અંગે વિવિધ પગલાઓ પણ લેવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર ખાતે યોજાયેલ વોટર એકસ્પોમાં જુદી જુદી કંપનીઓએ ભાગ લીધો હતો અને આ વિશે કંપનીના સંચાલકોએ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.