Abtak Media Google News
મોરબી જિલ્લાના વહીવટી કામોની જવાબદારી સુપેરે સાંભળનાર તેમજ અનેક વખત પોતાના નિર્ણયોમાં સંવેદનશીલતાનો પરચો આપી ભારે લોકચાહના મેળવનાર કલેકટર આઈ.કે.પટેલની ખેડા કલેક્ટર તરીકે બદલી થતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ -મોરબી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા કલેક્ટરનો વિદાય સમારોહ યોજાયો હતો.
Img 20180406 Wa0011આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામભાઈ એ.પરાસરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવેશભાઈ એન. દવે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ બી.સાણજા, જિલ્લા પ્રાથમિક  શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી  ઈસુબભાઈ એ.પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જીલુભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ ચંદુભાઈ એમ.કાનાણી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાલય મંત્રી શૈલેષભાઈ ઝાલરિયા ઉપસ્થિત રહયાં અને કલેકટર આઈ.કે.પટેલને વિદાયમાન શુભેચ્છા પાઠવી હતી
આ પ્રસંગે કલેકટર તરફથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ પરિવાર તરફથી મળેલ સહકાર બદલ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.