Abtak Media Google News

રાજભવનમાં એક કલાકના રોકાણ દરમિયાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને પણ મળવા ન બોલાવતા અનેક અટકળો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુક્રવારની મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર આવશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા હતા.

રાજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને ભાજપના સંગઠન માળખામાં પણ મોટા ફેરફાર થશે. બોર્ડ-નિગમમાં ચેરમેન- વાઇસ ચેરમેન અને ડિરેકટરોની નિમણુંક  કરવામાં આવશે જો કે વડાપ્રધાની ગઇકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન એકપણ નેતા મળવા ન બોલાવતા તમામ અટકળો પર ઠંડુ પાણી રેડાઇ ગયું છે. મંત્રી મંડળના વિસ્તરણ પર બે્રક લાગી જવા પામી છે. જો કે આગામી દિવસોમાં મોદી મોટો ધડાકો કરે તેવું પણ અંદર ખાને માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલે ગુજરાતની મુલાકાતે હતા બપોરે એક કલાકનો સમય તેઓએ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે એક કલાકના રોકાણ દરમિયાન સરકાર અને સંગઠનના હોદેદારોને મળશે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં હાલ મુખ્યમંત્રી સહિત 17 સભ્યો હોવાના કારણે તમામ મંત્રીઓ પર કામનું ભારણ છે. અગાઉ  એવી વાતો ચાલતી હતી કે કમુરતા પછી અર્થાત 1પ જાન્યુઆરી બાદ મંત્રી મંડળનું વિતરણ કરવામાં આવશે. જો કે આવું થઇ શકયું ન હતુ.  ત્યારબાદ એવી વાતો ચાલતી હતી કે, કર્ણાટક વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે. જો કે આ અટકયો પર પણ પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.

ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક કરશે જેમાં મંત્રી મંડળના  વિસ્તરણ અને સંગઠનમાં ફેરફાર ઉપરાંત બોર્ડ-નિગમમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેકટરોની નિમણુંક અંગે ચર્ચા કરાયા બાદ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. જો કે રાજભવન ખાતે એક કલાકની મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઇ ગુજરાતના એકપણ નેતાને મળ્યા ન હતા. તેઓએ સી.એમ. કે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષને પણ મળવા બોલાવ્યા ન હતા. અમૃત આવાસોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજભવન ખાતે પહોચ્યા હતા. જયાં એક કલાકનું રોકાણ કર્યુ હતું. ભોજન માટે માત્ર 1પ મીનીટનો સમય લીધો હતો. ત્યારબાદ પીએમઓના અધિકારીઓ સાથે સતત ચર્ચામાં સમય પસાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની રાજકીય નસેનસથી વાકેફ છે. કયાં નેતાને કેટલું મહત્વ આપવું ? કયાં નેતાનું કેટલું વજન છે? પક્ષને કોણ કોણ સમર્પિત છે. તે તમામ વાતથી વાકેફ છે. તેઓએ મંત્રી મંડળના વિસ્તરણ, સંગઠનમાં ફેરફાર કે બોર્ડ નિગમમાં નિમણુંકો માટે ગુજરાતના કોઇ નેતા સાથે ચર્ચા  કે વિચાર વિમર્શ કરવાની આવશ્યકતા રહેતી નથી. અથવા તો સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલી નામાવલી પર પણ નજર સુઘ્ધા કરવાની જરુરીયાત રહેતી નથી.

ગઇકાલે તેઓએ રાજભવન ખાતેના રોકાણ દરમિયાન ગુજરાતના એકપણ નેતાને મળાવ ન બોલાવતા કે કોઇ સાથે બેઠક ન કરતા ભાજપના કાર્યકરો અને આગેવાનો આશ્ર્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા. આ ઘટના પછી એક વાત નિશ્ર્ચિત થઇ ગઇ છે. કે વડાપ્રધાન હદે ગમે ત્યારે ગુજરાત માટે કોઇ નવો નિર્ણય લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આવતા સપ્તાહમા બોર્ડ નિગમમાં નિમણુંકો અંગે કોઇ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ભાજપ માટે ગુજરાત એક રાજકીય લેબોરેટરી છે. જેમાં ગમે તેવા પરિક્ષણ કરવામાં આવે તેનો રિપોર્ટ હંમેશા પક્ષ માટે પોઝિટીવ આવે છે. વિધાનસભાની ચુંટણી પૂર્વ સવા વર્ષ પહેલા ભાજપ હાઇ કમાન્ડે મોટો અને આંચકારૂપ નિર્ણય લીધો હતો. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો શંખ ફુંકયો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીત મંત્રી મંડળના તમામ સભ્યોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચૂંટણીમાં ટિકીટ ફાળવણીમાં મોટા માથાની ટિકીટ કાંપી નાંખવાનો જોખમી નિર્ણય લીધો હતો. છતાં 2022 ની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપનો રેકોર્ડ બ્રેક વિજય થયો 182 બેઠકો માંથી ભાજપ 156 બેઠકો જીત્યું. લોકસભાની ચુંટણી સુધી હવે ગુજરાતના સંગઠન

માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના ખુબ જ નહિવત છે. બીજી તરફ રેકોર્ડ બ્રેક બહુમતિ છતાં સરકારમાં અનેક જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપી શકાયું નથી. આવામાં લોકસભાની ચુંટણી પર તેની અસર ન પડે તેનું ખાસ ઘ્યાન રાખવામાં આવશે ટુંકમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે.

વિધાનસભાની ચુંટણીમાં જે કાર્યકરોએ ભાજપને જીતાડવા માટે કાળી મંજુરી કરી છે તેઓને બોર્ડ-નિગમમાં સ્થાન આપવામાં આવશે ટુંકમાં બોર્ડ નિગમમાં પણ નિમણુંક કરાશે તેવું મનાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.