Abtak Media Google News

ગુજરાતના પનોતા પુત્ર તથા ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજ રોજ તેઓ અમદાવાદ, અડાલજ તથા જુનાગઢ ખાતે પહોંચ્યા હતા. તેઓ જૂનાગઢમાં જાહેર સભા સંબોધ્યા બાદ રાજકોટમાં ભવ્ય રોડ શો યોજીને શાસ્ત્રી મેદાન પહોચી ચુક્યા છે.

Whatsapp Image 2022 10 19 At 6.45.41 Pm

 

રાજકોટમાં જાણે ૫ દિવસ પહેલા જ દિવાળી જેવો માહોલ સર્જાઈ ગયો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. શાસ્ત્રી મેદાન ખાતે સમગ્ર વાતાવરણ મોદીમય બની ચુક્યું હતું. મોદીએ લોકોનું અભિવાદન જીલ્યા બાદ જંગી જાહેરસભાને સંબોધી હતી. સભામાં આશરે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા.

  • ગુજરાતમાં CM તરીકે પદ સાંભળ્યું ત્યારથી જ ગુજરાતમાં શહેરી વિકાસ માટે પુણ્યચક્ર સાબિત: હરદીપસિંહ પૂરી

Screenshot 9 3

વડાપ્રધાનની જાહેરસભામાં કેન્દ્રીયમંત્રી હર્દિપસિંહ પુરીએ સભામાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શહેરી વિકાસ સૌથી મોટી ચેલેન્જ હતી કેન્દ્ર સરકાર માટે, પરંતુ 2015માં વડાપ્રધાને સુદ્રઢ બનાવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથીજ ગુજરાતમાં શહેરી વિકાસ માટે પુણ્યચક્ર સાબિત થયું છે. પ્રધામનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાઈટહાઉસ પ્રોજેકટનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે તેનાથી લોકોનો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે.

  • રાજકોટ છેલ્લા બે દાયકામાં જેટ ગતિએ આગળ વધ્યું , જેનો ક્ષય ડબલ એન્જીન સરકારને જાય છે: CM

Screenshot 10 2

વડાપ્રધાનની જાહેરસભામાં રાજકોટના મુખ્યમંત્રી સભામાં સંબોધન કર્યું હતું. રાજકોટ છેલ્લા બે દાયકામાં જેટ ગતિએ આગળ વધી રહ્યું છે. જેનો ક્ષ્રયે ડબલ એન્જીન સરકારને જાય છે. ગુજરાતનું ઉદ્યોગિકરણ ખૂબ તેજ ગતિએ આગળ વધ્યું છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં જીઆઇડીસી ઉભી થતા અનેક રોજગારીની તકો ઉભી થશે. અમુલનો નવો અધ્યાય રાજકોટ માટે ખુબજ ઉપયોગી અને વિકાસશીલ નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.