Abtak Media Google News

રાજકોટ મીની જાપાન બનશે અને તેનો શ્રેય રાજકોટવાસીઓમાં સિરે જશે

Whatsapp Image 2023 07 27 At 5.55.19 Pm

રાજકોટમાં કાર્યક્રમ હોય, રજા ન હોય અને બપોરના સમયે જે વિશાળ જનમેદની ઉમટી ત્યારે રાજકોટે દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. સંકટના સમયમાં જનતા અને સરકારે સાથે કામ કર્યું છે તે અકલ્પનિય છે. હવે રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથએન્જીન તરફની છે. હીરાસર એરપોર્ટ બનતા જ રાજકોટનું સ્વપ્ન પુર્ણ થયું છે. મારી રાજકીય ઓળખ રાજકોટના પ્રતાપે છે અને તે મારા પર ઋણ છે. હું બને તેટલો કર્જ ઓછો કરવા કામ કરીશ.

સૌની યોજનાનો લાભ છેવાળાના ગામડાઓ અને ખેડૂતોને મળશે. ભાજપ સુસાસન આપવા માટે નિરંતર કાર્ય કરી રહ્યું છે. હવે દેશમાં ગરીબી ઓછી થાય છે. છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબી માંથી બહાર આવ્યા છે. 2014 પહેલા મધ્યમવર્ગની એક જ ફરિયાદ હતી અને તે છે કનેક્ટિવિટીની જે હવે ભૂતકાળ બની ગયું છે. 2014માં માત્ર 4 શહેરોમાં મેટ્રો નેટવર્ક હતું. જે આજે 20થી વધુ શહેરોમાં આ નેટવર્ક શરૂ થઈ ગયા છે

આજે ભારતની કંપનીઓ લાખો કરોડોના વિમાન ખરીદી રહ્યા છે. 1 હજાર નવા વિમાન આપવામાં આવ્યા છે, જે આવનારા દિવસો 2 હજાર વિમાનોનો ઓર્ડર આપશે. એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતમાં વિમાનો બનશે.

ડિજિટલ ઇન્ડિયાએ ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.

Whatsapp Image 2023 07 27 At 5.56.32 Pm

પહેલા ટેક્સ રિટર્ન ભરવામાં તકલીફ પડતી હતી જે હવે ભૂતકાળ બની ગયું છે

ગુજરાતના 60 હજાર પરિવારોએ કેન્દ્ર સરકારનજ યોજનાનો.લાભ લીધો છે. ભ્રષ્ટચારીઓ અને પરિવારવાદોએ પોતાની જમાત બદલાવી નાખી છે. લોકોના વિકાસથી ડરી ગયા છે. ભાજપ સરકારે મોંઘવરી કાબુમાં ન કરી હોત તો દરેક ચીજવસ્તુઓના ભાવ આકાશે પહોંચ્યા હોત. અન્ય દેશોના સંબંધો ખરાબ હોવા છતાં ભારતને કોઈ અસર નથી પહોંચી, મધ્યમવર્ગ લોકોની બચત વધે એજ સરકારનો હેતું. સરકારની નીતિ અને નિર્ણય ખુબજ મહત્વના નીવડ્યા છે.

2014માં 1 જીબી ડેટાની કિંમત 300 રૃપિયા આપવા પડતા તા, જે અત્યારે 20 જીબી માટે 300 થી 400 રૂપિયાનું બિલ આવે છે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે સરકાર હરહંમેશ વિચારી રહ્યું છે

પાણીના પ્રશ્ન હવે ભૂતકાળ બની ગયો છે, જે ખરા અર્થમાં સુશાસનનું ખરું મોડલ છે

અમૃતકાળના પ્રકલ્પોને સિદ્ધ કરવાનું બાકી છે જે આવનારા દિવસોમાં પૂર્ણ થશે

ગુજરાત અને સૌરાષ્ટ્રને કેન્દ્ર સરકાર કાંઈ નહીં ઘટવા દે.

આ વાઈદા સાથે પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.