Abtak Media Google News

ભારત દેશની આર્થિક રાજધાની મુંબઈ છે પરંતુ આ શહેર એટલું ગીચ છે કે અહીં માત્ર એક જ રૂટ ઉપર લોકોએ ચાલવું પડે છે અને મુંબઈનો વિકાસ એક તરફ જ થયો છે. મુંબઈમાં પરિવહન માટે એકમાત્ર લોકલ ટ્રેન અને માર્ગ પરિવહન છે જે અત્યંત ગીચતા હોવાના કારણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ખૂબ લાંબો સમય લગાડે છે. અન્ય કોઈપણ શહેર ચાર દિશા થી વિકસિત થતું હોય છે પરંતુ મુંબઈની જો વાત કરીએ તો મુંબઈ માત્ર એક જ દિશામાં વિકસિત થયું છે કારણકે તેની અન્ય બાજુએ દરિયો આવી જતા તે શક્ય બન્યું નથી. એટલું જ નહીં હવે નવા એરપોર્ટ પણ આર્થિક રાજધાનીમાં બની રહ્યા છે ત્યારે આ સૌથી મોટો દરિયાઈ પુલ અનેકવિધ રીતે મુંબઈ માટે આશીર્વાદરૂપ નીકળશે અને પરિવહન ક્ષેત્રે ઘણી સરળતા રહેશે.

દરિયાઈ પટ્ટી ઉપર વિક્સેલ શહેર મુંબઈમાં ગીચતા વધી

કેન્દ્ર સરકાર હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ભાર મૂકી રહ્યું છે ત્યારે આર્થિક રાજધાની મુંબઈને પરિવહન ક્ષેત્રે સહજ કરવા માટે હરણફાળ ભરી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના એક છેડાને બીજા છેડાથી જોડી દેવા દરિયાઈ માર્ગ ઉપર દેશનો સૌથી લાંબો પુલ ખુલ્લો મુક્યો છે હવે ટ્રાફિકની સમસ્યા મુંબઈમાં જાણે ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. અત્યારે દક્ષિણથી નવી મુંબઈ સુધી પહોંચવા માટે બે કલાક જેટલો સમય લાગી જતો હતો જે હવે માત્ર 20 મિનિટમાં જ પૂર્ણ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુને જનતાને સમર્પિત કર્યો છે.  આ સાથે તેઓ નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

હજારો કરોડના ખર્ચે બનેલ અટલ સેતુ મુંબઈને નવી મુંબઈથી જોડશે.  આ બ્રિજ દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે નવી જીવાદોરી બનશે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતના વિકાસનું આ એક નવું ઉદાહરણ છે.  એક અંદાજ મુજબ આ પુલ પરથી દરરોજ લગભગ 70 હજાર લોકો મુસાફરી કરશે.  અહીં 400 કેમેરા લગાવવામાં આવ્યા છે, આ સિવાય ટ્રાફિકના દબાણની માહિતી એકત્ર કરવા માટે એ.આઇ આધારિત સેન્સર લગાવવામાં આવ્યા છે. અટલ સેતુના નિર્માણમાં કુલ 17,840 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.  આ છ લેનનો પુલ છે જે લગભગ 21.8 કિલોમીટર લાંબો છે.  જેમાંથી 16.5 કિલોમીટર દરિયાની ઉપર અને 5.5 કિલોમીટર જમીન પર છે.  અટલ સેતુ ભારતનો સૌથી લાંબો પુલ છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રતિ દિવસ 60 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે

મુંબઈ ની સિંગલ લાઈફ લાઈન એટલે તેની લોકલ ટ્રેન લોકલ ટ્રેનમાં મુંબઈના 60 લાખ લોકો મુસાફરી કરે છે જે સૌથી મોટો આંકડો છે આ ભારણ ઘટાડવા માટે સરકારે આવે દરિયાઈ માર્ગ ખુલ્લો મુક્યો છે. એટલું જ નહીં ટ્રેન ઉપર ભારણ ઘટાડવા દરિયાઈ માર્ગ ખૂબ ઉપયોગી નીવડ છે અને લોકોને પરિવહન માટે એક સારો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. આલ સરકાર દ્વારા મુંબઈ ટ્રાન્સ હાર્બર લીંક જે ખુલો મુકવામાં આવ્યો છે તેમાં વન વે નું ભાડું 250 રૂપિયા જ્યારે રાઉન્ડ ટ્રિપ 375 રૂપિયા નક્કી કરાય છે. સરકાર એક વર્ષ માટે જ નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.