Abtak Media Google News

સંસદનું બજેટ સત્ર 31જાન્યુઆરીથી થવાની શકયતા છે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલે તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ 31 જાન્યુઆરીએ બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ સાથે જ બજેટ સત્રની શરુઆત થશે. બીજી તરફ આ વચગાળાના બજેટમાં ખેડૂતો અને મહિલાઓ માટે રાહતનો પટારો ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બજેટમાં મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધીને 12000 રૂપિયા કરાય તેવી સંભાવના

1લી ફેબ્રુઆરી રજૂ થનારું વચગાળાનું બજેટ હશે. લોકસભા ચૂંટણી પછી નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થી રહ્યું છે, તેથી સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા આ સંસદનું અંતિમ સત્ર હશે. 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત 10 માર્ચે થઈ હતી અને 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં મતદાન થયું હતું.

બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ દેશનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે. ચીફ ઈકોનોમિક એડવાઇઝર અને નાણા મંત્રાલય સાથે જોડાયેલી તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલું આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ રજૂ થશે. સંસદના બજેટ સેશન અંતર્ગત આ જાન્યુઆરીની છેલ્લી તારીખે સંસદની સામે રાખવામાં આવશે.

ગત વર્ષે 4 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરુ થયું હતું, જે નક્કી કરવામાં આવેલા સમયથી એક દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયું હતું. રાજ્યસભાનું શિયાળુ સત્ર 21 ડિસેમ્બરે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાયું હતું. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કર્યો હતો કે વિપક્ષ દ્વારા કાર્યવાહીમાં અડચણ ઊભી કરવાને કરાણે ગૃહ પોતાના નિર્ધારિત સમયના લગભગ 22 કલાક બરબાદ કરી દીધા. ઉપરાષ્ટ્રપતિ ધનખડના જણાવ્યા મુજબ- ગૃહે પોતાની 14 બેઠકમાં 65 કલાક કામ કર્યું અને સત્તા પક્ષ, વિપક્ષા 2300થી વધુ પ્રશ્નોને સંબોધિત કર્યા જ્યારે 4300 કાગળ ડેસ્ક પર રાખવામાં આવ્યા.

બીજી તરફ લોકસભા ચૂંટણી લડતા પહેલા મોદી સરકાર મહિલાઓ માટે ઘણી મોટી યોજનાઓ લાવવાની તૈયારી કરી રહી છે.  1 ફેબ્રુઆરીએ યોજાનાર વચગાળાના બજેટમાં આ અંગે ઘણી મહત્વની જાહેરાતો થઈ શકે છે. બજેટમાં મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધીને 12000 રૂપિયા થઈ શકે છે.  આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવાની પણ યોજના છે.  કેન્દ્ર સરકાર 21 વર્ષથી વધુ ઉંમરની એવી મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ લાવવાનું પણ વિચારી રહી છે જેમને સરકારની કોઈપણ કલ્યાણકારી યોજનાનો લાભ નથી મળી રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.