Abtak Media Google News

રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં 25 જાનૈયાઓના મોત નિપજ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી પણ પ્રાર્થના કરી છે. આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં બિહારમાં થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

Advertisement

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દુ:ખની લાગણી વ્યક્ત કરી


ભાવનગર નજીક રંઘોળા નદીના બ્રીજ પાસે જાનૈયાઓની ટ્રક ખાબકી હતી જેમાં 25થી વધુનાં મોત થયાં છે. જ્યારે 60થી વધુ ઘાયલ થયાં છે. ત્યારે આ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે.
વડાપ્રધાન મોદીએ PMO ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે.
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, “મારી સહાનુભૂતિ તે તમામ લોકો સાથે છે જેઓએ ગુજરાતના રંઘોળા નજીક થયેલાં અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. આ અકસ્માત ઘણો જ દુ:ખદાયક અને વેદના આપનારો છે. આ અકસ્માતમાં જેઓ ઈજાગ્રસ્ત થયાં છે તેઓ પણ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.