Abtak Media Google News

શોપીયાંમાં પથ્રબાજો ઉપર યેલા ગોળીબાર મામલે મેજર આદિત્ય ઉપર કાર્યવાહી સામે વડી અદાલતે સ્ટે મુકયો

શોપીયાં ગોળીબાર મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. કાશ્મીરમાં પથ્રબાજોને શું લશ્કરના જવાનોને મારી નાખવાનું લાયસન્સ આપી દેવાનું તેવો ધારદાર પ્રશ્ર્ન પુછવામાં આવ્યો છે. વડી અદાલતે ૧૦ ગઢવાલ રાયફ્લ્સના મેજર આદિત્ય સામેની આગળની સુનાવણી સુધી તપાસને રોકી રાખવા આદેશ આપ્યો છે અને સુનાવણીની તારીખ ૨૪ એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે શોપીયાંમાં યેલા ફાયરીંગ મામલે મેજર આદિત્ય સામે ગુનો દાખલ કર્યો હતો. મેજર આદિત્યના પિતા લેફનેન્ટ કર્નલ કરમવીરસિંહે (નિવૃત) આ ફરિયાદને વડી અદાલતમાં પડકારી હતી. કોર્ટે અગાઉ આ ગોળીબારના કેસમાં મેજર આદિત્ય કુમાર સામે પોલીસ કાર્યવાહી ઉપર રોક લગાવી દીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, તા.૨૭ જાન્યુઆરીના રોજ શોપીયાંના ગાનોવપુરા વિસ્તારમાં પથ્રમારો કરી રહેલા ટોળા ઉપર સૈન્યના જવાનોએ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યા હતા. ફાયરીંગ કરનાર દળના આગેવાન મેજર આદિત્ય હતા માટે તેમની સામે પોલીસ કાર્યવાહીની દલીલ ઈ હતી. જો કે વડી અદાલતને આ મુદ્દાને ફગાવી દીધો છે.

અદાલતે કહ્યું છે કે, મેજર આદિત્ય સૈન્યના અધિકારી છે. તેમની સો કોઈ ગુનેગાર જેવુ વર્તન કરી શકે નહીં. કેન્દ્ર સરકાર તરફી હાજર રહેલા એટર્ની જનરલ કે.કે.વેણુ ગોપાલે એફઆઈઆરની કાયદેસરતા મામલે પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારની મંજૂરી વગર લશ્કરી જવાન સામે કોઈપણ કાયદેસરની કાર્યવાહી ઈ શકે નહીં તેવી દલીલ તેમણે કરી હતી. મેજર આદિત્યના પિતાના વકીલ ઐશ્ર્વર્યા ભાટીએ દાવો કર્યો છે કે, બનાવ વખતે મેજર સ્ળ ઉપર હાજર ન હતા. આ પ્રકારના આક્ષેપોી જવાનોના મોરલ ઉપર અસર પહોંચી શકે. શોપીયાંમાં યેલી કાર્યવાહી સૈન્યના જવાનોએ આત્મ રક્ષણ માટે કરી હતી.

બીજી તરફ સૈન્યને પણ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના શોપીયાં જિલ્લામાં બનેલો બનાવ સૈન્યનો જવાનોના આત્મરક્ષણ માટેનો હતો. ગઈકાલે જ શોપીયાંમાં હુમલો તાં છ નાગરિકોના મોત યા છે. આ ઉપરાંત ૨ આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. આ જિલ્લામાં અગાઉ પથ્રબાજો સામે યેલી કાર્યવાહીમાં મેજર સહિતનાને ફસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઈ રહ્યાં છે.

ખૂંખાર આતંકવાદી મુફતી ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરના લેકોરા ગામડામાં ગઈકાલે જ સૈન્ય, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરની પોલીસે કરેલા એક ઓપરેશન દરમિયાન ખુંખાર આતંકવાદી મુફતીને ઠાર મારવામાં આવ્યો છે. મુફતી વકાસ અગાઉ સુંઝુવાન આતંકી હુમલામાં માસ્ટર-માઈન્ડ હતો. સર્જીકલ ઓપરેશન દરમિયાન તેને સૈન્યએ ઠાર કર્યો છે. તેની પાસેી ઘાતક હયિારો મળી આવ્યા છે. વકાસ સુંઝુવાનમાં આર્મી કેમ્પ પર યેલા હુમલામાં માસ્ટર માઈન્ડ હતો. મુફતી વકાસ પાકિસ્તાનનો નાગરીક હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.