Abtak Media Google News

વિના સહકાર નહીં ઉદ્ધાર…

‘અમૃતકાળ – સહકારથી સમૃદ્ધિ સુધી’ણી થીમ પર દિલ્લી ખાતે યોજાશે અધિવેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જુલાઈના રોજ દિલ્હીમાં 17મી ભારતીય સહકારી કોંગ્રેસ અધિવેશનને સંબોધીત કરનાર છે. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા (એનસીયુઆઈ) દ્વારા આયોજિત બે દિવસીય કાર્યક્રમ ‘અમૃતકાલ – સહકાર દ્વારા સમૃદ્ધિ’ થીમ સાથે યોજાનાર છે જેમાં વડાપ્રધાન સંબોધન કરનાર છે.

ઇન્ડિયન કોઓપરેટિવ કોંગ્રેસ (આઈસીસી)નું આયોજન એનસીયુઆઈ દ્વારા કરવામાં આવે છે, જે સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા છે. હાલ સહકાર ક્ષેત્ર જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તે મુદ્દાઓ/પડકારો અંગે ચર્ચા કરવા માટે નિયમિત અંતરાલમાં આયોજન કરવામાં આવે છે જેથી ભવિષ્ય માટે અસરકારક કાર્ય યોજનાઓ ઘડી શકાય.

એનસીયુઆઈના પ્રમુખ દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે આઈસીસીનું ખૂબ મહત્વ છે કારણ કે તે એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે સરકારે સહકારી ચળવળને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધાં છે.

દેશમાં બહુ જલ્દી નવી રાષ્ટ્રીય સહકાર નીતિ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે રચાયેલી રાષ્ટ્રીય સ્તરની સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ ​​કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહને પ્રેઝન્ટેશન આપ્યું હતું. અમિત શાહે શનિવારે જ કહ્યું હતું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં સહકારી સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોદી સરકાર ટૂંક સમયમાં નવી સહકારી નીતિ લઈને આવશે અને સહકારી ક્ષેત્રને મજબૂત કરવા રાજ્યો સાથે મળીને કામ કરશે.

સહકાર પ્રધાન અમિત શાહે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, આગામી પાંચ વર્ષમાં પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (પીએસી)ની સંખ્યા વધારીને 3 લાખ કરવામાં આવશે. હાલમાં લગભગ 65,000 સક્રિય પીએસી છે.  ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે પીએમ મોદીએ નવી સહકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ત્યારે કહ્યું હતું કે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવામાં આવશે.

આગામી મહિનામાં થઇ શકે છે નવી સહકારી નીતિની જાહેરાત

પીએમ મોદીએ કહ્યું હતું કે વર્તમાન સહકારી નીતિ 2002 માં તૈયાર કરવામાં આવી હતી અને બદલાતા આર્થિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને નવી નીતિની જરૂરિયાત અનુભવાઈ હતી. નવી રાષ્ટ્રીય સહકારી નીતિ ઘડવા માટે મોદી સરકારે દેશભરમાંથી વિવિધ હિસ્સેદારોની પસંદગી કરી છે, જેમ કે રાજ્યના સહકારી વિભાગો, કેન્દ્રીય મંત્રાલયોના વિભાગો, આરબીઆઈ, ઇફકો, એનસીસીએફ, નાફકાર્ડ રાષ્ટ્રીય ફેડરેશન નાફેડ અને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘સહકારથી સમૃદ્ધિ’નું વિઝન સાકાર થશે

ગત બેઠકમાં અમિત શાહે સમિતિના સભ્યોને પીએમ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને હાંસલ કરવા અને નવી નીતિ દ્વારા પાયાના સ્તરે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું. શાહ પાસેથી મળેલા માર્ગદર્શન મુજબ સમિતિ સુધારેલો ડ્રાફ્ટ તૈયાર કરશે.  જો ડ્રાફ્ટ સાથે સંકળાયેલા લોકોનું માનીએ તો આગામી થોડા દિવસોમાં રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો, રાષ્ટ્રીય સહકારી વગેરે જેવા તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી જુલાઈ, 2023માં નવી સહકારી નીતિની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.