Abtak Media Google News

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ  શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા છે.

એક ઓડિયો જારી કરી દેશવાસીઓ પાસે વિશેષ અનુષ્ઠાન અંગે આશિર્વાદ માંગ્યા

રામ મંદિરનું અનેક પેઢીઓનું સપનું થયું સાકાર અનુષ્ઠાનમાં દરેક રામભક્ત મારી સાથે,ભાવના શબ્દોમાં વર્ણવી મુશ્કેલ:નરેન્દ્રભાઈ મોદી

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે માત્ર 11 દિવસ જ બાકી છે. આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર મહા ઉત્સવને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક્સ પર લખ્યું છે કે, હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. આ સાથે તેમણે કહ્યું કે, હું આજથી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યો છું. મહત્વનું છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે હવે 11 દિવસ બાદ આ મહા ઉત્સવ ઉજવાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું કે, અયોધ્યામાં રામલલાના અભિષેકને હવે માત્ર 11 દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. ભગવાને મને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક નિમિત્ત બનાવ્યો છે. જેને ધ્યાનમાં રાખી હું આજથી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યો છું.હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું. આ ક્ષણે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારી બાજુથી પ્રયાસ કર્યો છે.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના જીવનનો અભિષેક થવાનો છે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી છે. વડાપ્રધાને આજે એક ખાસ સંદેશમાં કહ્યું કે, આજથી હું 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યો શરૂ કરી રહ્યો છું. તમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અનેક પેઢીઓનું સપનું સાકાર થયું છે. આજથી હું 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યો છું ત્યારે દરેક રામભક્ત મારી સાથે છે.એક ઓડિયો સંદેશમાં  તેઓએ આગામી 22મી જાન્યુઆરી અયોધ્યામાં યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સાથોસાથે ઉલ્લેખ કર્યો હતો કે ભાવનાઓ શબ્દોમાં રજૂ કરવી મુશ્કેલ છે આજે દરેક જગ્યાએ રામના નામની ધૂન વાગી રહી છે હું જનતા પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું દેશ સહિત દુનિયાના લોકો 22મી જાન્યુઆરીની ભારે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.