Abtak Media Google News
સાંજે તારંગા હિલથી આબુ રોડ બ્રોડબેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરશે: અંબાજીથી “મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના” લોન્ચીંગ કરશે

માદરે વતન ગુજરાતના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે ગાંધીનગર ખાતેથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી રાષ્ટ્રને સમર્પીત કરી હતી. આ ઉપરાંત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના થલતેજથી વસ્ત્રાલ સુધીના પ્રથમ ફેઝનો આરંભ કરાવ્યો હતો. બનાસકાંઠા ખાતેથી 7908 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. નવી તારંગા હિલ-આબુ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરશે. સાંજે અંબાજી ખાતે એક જાહેર સભાને સંબોધશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે પીએમ દ્વારા 53 કરોડના ખર્ચ ઉભી કરવામાં આવનાર વિવિધ સુવિધાઓનું ભૂમિપુજન કરવામાં આવશે. અંબાજી સ્થિત ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું લોન્ચીંગ કરાવશે.

Screenshot 2 31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત હોમ સ્ટેટની મુલાકાત લઇ રહ્યા છે. બુધવારથી પીએમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇકાલે તેઓએ સુરત, ભાવનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સુરત અને ભાવનગરમાં કરોડો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું તથા વિશાળ રોડ-શો યોજ્યો હતો. અમદાવાદથી 36મી નેશનલ ગેમ્સનો આરંભ કરાવ્યો હતો. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલતા નવરાત્રિ મહોત્સવમાં સામેલ થયા હતા અને માતાજીની આરતીનો લાભ લીધો હતો.

Img 20220927 Wa0268

ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સવારે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી તેઓએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ગાંધીનગરથી મુંબઇ વચ્ચે દોડનારી સેમી હાઇસ્પીડ ટ્રેન માત્ર બાવન સેક્ધડમાં જ 100 કિ.મી.ની ઝડપ મેળવી લેશે. દેશમાં જ વિકસીત કરવામાં આવેલી વંદે ભારત ટ્રેન “કવચ” ટેકનોલોજીથી સજ્જ છે. ઓગસ્ટ-2023 સુધીમાં દેશમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ સહિત ગુજરાતભરના નાગરિકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો આરંભ પીએમ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો શરૂ થઇ જશે. પ્રથમ તબક્કામાં 12 કરોડનો ખર્ચ થયો છે. રૂટમાં 6-6 કિ.મી. અન્ડર ગ્રાઉન્ડ સેક્શન અને 4 અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન છે.

ImageImage

દરમિયાન સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસકાંઠાની મૂલાકાત લેશે અને 7908 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત રાજ્યના વિવિધ શહેરોમાં 61805 આવાસોનું ભૂમિપુજન કરાશે અને લાભાર્થીઓને અર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત રૂા.2798 કરોડના ખર્ચ નવી તારંગા હિલ-આબુ રેલવે લાઇનનું ભૂમિપુજન કરશે. ડિસા એરફોર્સ સ્ટેશનમાં 1000 કરોડના ખર્ચ બનનારા રનવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપુજન કરશે અને રૂા.1881 કરોડના ખર્ચ નિર્મિત 62.15 કિ.મી.ની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું લોકાર્પણ કરવામાં આવશે.

Image

નવરાત્રિના પાવન અવસરમાં શક્તિપીઠ એવા અંબાજીની પણ વડાપ્રધાન મુલાકાત લેશે. અહી 53 કરોડના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપુજન કરી એક જાહેર સભાને સંબોધશે. સાંજે 7:30 કલાકે અંબાજી મંદિરમાં પુજા-અર્ચના કરશે અને ગબ્બર ખાતે મહા આરતીમાં ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.