Abtak Media Google News

“કોંગ્રેસના સિનિયર લીડરે આર્મી ચીફને ગુંડા કહ્યા”- મોદી

Dcqwj2 X4Aamhol
pm narendra modi

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક પહોંચ્યા છે. અહીંયા તેમણે કલબુર્ગીમાં રેલીને સંબોધી. મોદીએ કહ્યું- “આ ચૂંટણી કર્ણાટકનું ભાવિ નક્કી કરશે. આ ચૂંટણી મહિલાઓની સુરક્ષા માટે છે, ખેડૂતોના વિકાસ માટે છે. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યોની પસંદગી કરવા માટે નથી.”

Advertisement


કર્ણાટકમાં પાણી સંકટ માટે કોંગ્રેસ  જવાબદાર સમયસર કામગીરી ન કરી હોય જેથી હાલ કણાટકને પાણી ની સમસ્યા નો સામનો કરવો પડયો છે , કર્ણાટક નદીઓથી સમૃદ્ધ હોવા છતાં અહીંયા પાણીની અછત છે.”


-“કોંગ્રેસે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવ્યા. સર્જિકલ સ્ટ્રાઇક થયા પછી કોંગ્રેસના એક સિનિયર લીડરે આપણા અત્યારના ઇન્ડિયન આર્મી ચીફને ગુંડા કહ્યા. કર્ણાટક એ બહાદુરીનો પર્યાય છે, પરંતુ કોંગ્રેસ સરકારે ફિલ્ડ માર્શલ કરિઅપ્પા અને જનરલ થિમૈયા સાથે કેવું વર્તન કર્યું? ઇતિહાસ આ વાતનો પુરાવો છે. 1948માં પાકિસ્તાનને હરાવ્યા પછી જનરલ થિમૈયાનું વડાપ્રધાન નહેરૂએ અને સંરક્ષણ મંત્રી ક્રિશ્ના મેનને અપમાન કર્યું હતું. ” ઉલ્લેખનીય છે

કે કર્ણાટકમાં 12 મેના રોજ વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. જેથી નરેન્દ્ર મોદી હાલ રોજ ૩ રેલી કરી રહ્યા છે અને ચુંટણી માં નવો જોશ ભરી દિધો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.