Abtak Media Google News

સરકારના પ્રેસમાં ૩ પાળીમાં નોટો છાપવાની કામગીરી

દેશમાં ચલણી નોટોની તંગીને પહોંચી વળવા સરકારની કવાયત

 દેશના ૬ થી વધુ રાજયોમાં રોકડની અછત હોવાની રાવ ઉઠી છે. બેંકો અને એટીએમમાંથી પુરતા પ્રમાણમાં નાણા ઉપડતા ન હોવાી લોકો પરેશાન યા છે. નોટબંધીની જેમ લોકોને રોકડ માટે પરેશાની થઈ રહી છે ત્યારે રિઝર્વ બેન્ક અને સરકાર રોકડની અછત મામલે સંકલન સાધી શકી નથી. રિઝર્વ બેન્ક કહે છે કે રોકડની અછત નથી ત્યારે સરકારે અછત ટાળવા માટે રૂ.૫૦૦ની નોટોનું છાપકામ ધમધમાવ્યું હોવાનું કહ્યું છે. બન્ને પક્ષે નિવેદનોમાં બહોળો તફાવત જોવા મળી રહ્યો છે.

આરબીઆઈ દ્વારા નિવેદનમાં જણાવ્યું છે કે, રિઝર્વ બેન્કની તિજોરીમાં પુરતા પ્રમાણમાં રોકડ છે. ઉપરાંત રિઝર્વ બેન્કના ચારેય પ્રિન્ટીંગ પ્રેસમાં નોટો છાપવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. હાલ દેશમાં રોકડની કોઈ અછત નથી ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે, રોકડની અસરને ખાળવા માટે રૂ.૫૦૦ની નોટોનું છાપકામ પાંચ ગણુ વધારી દેવામાં આવ્યું છે. સરકારના આ નિવેદની બન્ને પક્ષો વચ્ચેના સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે સરકારે કહ્યું હતું કે, દેશમાં રોકડની માંગ અસામાન્ય છે. માટે પ્રિન્ટીંગ પ્રેસના નોટોની છાંપણી માટે કારીગરો ૩ સીફટમાં કામ કરી રહ્યાં છે. બેંકોમાં રોકડની તરલતા રહે તે માટે સરકારે નોટો છાંપવાની કામગીરી ધમધમાવી છે. આધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, બિહાર તેમજ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં એટીએમમાં રોકડ નથી તેવા આક્ષેપો થયા છે. બેંકોને આરબીઆઈ દ્વારા પુરતા પ્રમાણમાં રોકડ નથી મળી રહી તેવો બચાવ થઈ રહયો છે.

ત્યારે બીજી તરફ આરબીઆઈનું કહેવું છે કે, દેશમાં રોકડની અછત છે જ નહીં. છેલ્લા ઘણા દિવસોથી રાજયના કેટલાક પ્રાંતમાં રોકડની અછત હોવાની બુમ ઉઠી હતી. એટીએમમાં રોકડ ન હોવાી લોકો પરેશાન થયા હતા. વિરોધ પક્ષો આ મામલે સરકાર ઉપર માછલા ધોઈ રહ્યાં છે. માટે સફાળી જાગેલી સરકારે ધડાધડ નોટો છાંપવાનું શરૂ કરી દીધું છે. અલબત આરબીઆઈના મત મુજબ નોટની અછત નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.