Abtak Media Google News

હવે લોકડાઉનનો ભંગ કરવા બદલ એક વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને કરી શકાશે

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ભારતમાંપણ ઝડપભેર પ્રસરી રહ્યો છે. જે સામે અગમચેતીના ભાગરૂપે સુરક્ષાત્મક પગલા લેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે આગામી ૨૧ દિવસ સુધી દેશભરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીએ લોકડાઉન દરમ્યાન કારણ વગર બહાર નીકળતા લોકો સામે નારાજગી વ્યકત કરીને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી છે. મોદીએ કોરોના વાયરસ અંગેની અફવા, ફેલાવનારાઓ સામે પણ આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે.

વડાપ્રધાન મોદીની આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની જોગવાઈનો ભંગ કરનારા સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમમાં જે જોગવાઈ છે તે મુજબ લોકોના જાનને જોખમ કારક કે જીવલેણ સ્થિતિમાં મૂકે તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે એક વર્ષથી જેલની સજા અથવા દંડની અથવા બંને સજા કરી શકાય છે. ઉપરાંત અતિ મુશ્કેલી ભરી સ્થિતિ ઉભી કરવા બદલ એક વર્ષની જેલની સજા બે વર્ષ સુધી લંબાવી શકાય છે. આપતકાલીન સ્થિતિમાં ચાલતા રાહતકાર્યોમાં મુશ્કેલી ઉ કરવા બદલ આ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કલમની ગાઈડલાઈન મુજબ સરકારી અધિકારી કર્મચારીઓ સામે પણ તેમની ભલ બદલ આ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો અમલ કરવામાં આવશે આ એકટ હેઠળ કોર્પોરેટ કંપનીઓ ભૂલ કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરી શકાય છે. આ એકટની ગાઈડલાઈનમુજબ કેન્દ્ર કે રાજય સરકાર આપતકાલીન સ્થિતિમાં કાયદાકીય કાર્યવાહી કરી શકે છે જે માટે સરકારે જે તે સંસ્થાને ૩૦ દિવસની નોટીસ આપવાની રહે છે.

લોકડાઉનનું પાલન ન કરવા માટે હાલમાં એક માસની જેલની સજા અથવા ૨૦૦ રૂા.નો દંડ અથવાબંને થઈ શકે છે. જયારે મોટી સંખ્યામાં એકઠા થઈને લોકડાઉનના ભંગ બદલ છ માસ સુધીની જેલની સજા થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.