Abtak Media Google News

રાત્રે પીએમ કરવાથી પ્રાકૃત્તિક અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાના રંગો અલગ દેખાવાના કારણે પણ તેના રિપોર્ટને પડકારવામાં આવી શકે છે: જો કે આજકાલ નવી ટેકનીકને કારણે રાત્રે પણ પીએમ કરાય છે

પોસ્ટ મોર્ટમ કે પી.એમ. વિશે બહુ ઓછી ખબર આજે સામાન્ય જનતામાં હોય છે. પીએમ રૂમમાં બોડીમાં શું કરવામાં આવે છે? જેવા વિવિધ પ્રશ્ર્નો સાથે તેના રિપોર્ટની અગત્યતા કેટલી તે વિષયક આજના યુગમાં જાણકારી હોવી જરૂરી છે. યુગ બદલાયાને લોકો આધુનિક બન્યા છે ત્યારે મેડિકલ ક્ષેત્રે પણ નવા-નવા શોધ સંશોધનો થતાં રહે છે. રોગો સામેના મૃત્યુના કારણો જાણવા ‘ઓટોપ્સી’ પણ આજે થઇ રહી છે. વ્યક્તિના મૃત્યુંના સાચા કારણો જાણવા માટે કરવામાં આવતી ખાસ સર્જરી એટલે પોસ્ટ મોર્ટમ. આજે તબિબી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. આજે સોશિયલ મિડીયાના યુગમાં આપણે કોઇ માહિતીથી દૂર રહી શકતા નથી.

પોસ્ટ મોર્ટમ મૃત્યુ બાદ બને તેટલું ઝડપી કે 6 થી 10 કલાકમાં કરવું જરૂરી છે. મોડું થાય તો શરીરમાં ઘણા ફેરફારો થવાથી ચોક્કસ કારણ જાણી શકાતું નથી. રાત્રે લાલચટક કલર કૃત્રિમ પ્રકાશમાં જાંબુડીયો દેખાય છે. જેથી ડોક્ટરો જ રાત્રે પી.એમ. કરવાની ના પાડે છે. પીએમ કરીને જ વ્યક્તિના મૃત્યુંનું સાચુ કારણ જાણી શકાય છે. પીએમ સૂર્યોદયથી સુર્યાસ્ત વચ્ચે જ કરવામાં આવે છે. આ વિધી કરવામાં નજીક સગાની મંજૂરી લેવામાં આવે છે. આ એક પ્રકારની શૈલ્યક્રિયા કે ઓપરેશન છે.

શું તમને પોસ્ટ મોર્ટમ સાથે જોડાયેલી હકિકતની ખબર છે? આપણે તેનાં વિશે સાંભળ્યું હશે. કદાચ થોડી ઘણી ખબર પણ હશે. આપણાં પરિવારજનો પૈકી કોઇ એક-બે કિસ્સામાં આમાંથી તમો પસાર પણ થયા હશો. પરંતુ એક વાત નક્કી છે કે વ્યક્તિના મૃત્યુના સાચા કારણો જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે. આપણે રૂટીંગ વાતચીતમાં તેને પી.એમ.થી વધુ જાણીયે છીએ.

મોટા મોટા કેસ સોલ્વ કરવા માટે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ કામ લાગે છે. પરંતુ તમો કદાચ જાણતા નહી હો કે પોસ્ટ મોર્ટમ રાત્રે નથી કરવામાં આવતું. રાતનાં સમયે એલ.ઇ.ડી. લાઇટ કે પ્રકાશમાં, ટ્યુબલાઇટના કૃત્રિમ પ્રકાશમાં ઇજાનો રંગ લાલને બદલે રીંગણી કલરનો દેખાય છે. ફોરેન્સિક સાયન્સમાં રીંગણી કલરની ઇજા થવાનો ઉલ્લેખ નથી કરાયો. જ્યારે કેટલાક ધર્મોમાં પણ રાત્રે નથી કરવામાં આવતું એટલે પણ કેટલાક લોકો રાત્રે પોસ્ટ મોર્ટમ નથી કરતાં અને દિવસનો સમય માંગે છે.

પોસ્ટ મોર્ટમ એક વિશેષ પ્રકારની શૈલ્યક્રિયા એટલે કે ઓપરેશન છે જેમાં મૃતદેહનું પરિક્ષણ કરવામાં આવે છે: અમુક ગુનાનાં કેસમાં વાળ, લોહી કે ડીએનએની પણ તપાસ કરવામાં આવે છે

રાત્રે પોસ્ટ મોર્ટમ કરવાથી પ્રાકૃત્તિક અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાનાં રંગો અલગ દેખાવાના કારણે પણ પોસ્ટ મોર્ટમનાં રિપોર્ટને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ફોરેન્સિક સાયન્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં આ વાત શીખવવામાં આવે છે. આજકાલના સમયમાં નવી ટેકનિકને કારણે રાત્રે પણ ડોક્ટરો પોસ્ટ મોર્ટમ કરે છે. આજે તો અદ્યતન ટેકનોલોજીના માધ્યમો તથા વિવિધ ઉપકરણો દ્વારા ઘણું તલસ્પર્શી પૃથકરણ કરવામાં આવે છે.

પોસ્ટ મોર્ટમ એક વિશેષ પ્રકારની શૈલ્યક્રિયા એટલે કે ઓપરેશન છે. જેમાં મૃતદેહનું પરિક્ષણ કરવામાં આવે છે. મૃતદેહનાં પરિક્ષણનો અર્થ એ છે કે વ્યક્તિનાં મૃત્યુંના સાચા કારણો જાણવા મળે. વ્યક્તિના મૃત્યુનાં 6 થી 10 કલાકની અંદર જ પોસ્ટ મોર્ટમ થાય છે. વધુ સમય વીતી જવાથી મૃતદેહમાં ઘણા પ્રકારનાં પ્રાકૃત્તિક પરિવર્તનો થવાની આશંકા હોય છે. એટલે જ બને એટલું જલ્દી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે.

ખરેખર જ્યારે કોઇપણ વ્યક્તિનું અકસ્માતે આપઘાત કરવાથી મૃત્યું થઇ જાય ત્યારે તેનાં મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવું પડે છે. ઝેર પીવાનાં કિસ્સામાં વિસરા લેવામાં આવે છે. જેમાં આંતરડું, હોજરી, અંદરના સ્ત્રાવ વધેલો ખોરાકને ધ્યાને લેવાય છે. અમુક કિસ્સામાં “પેનલ પી.એમ.” જેમાં એકથી વધુ તબીબો પોસ્ટ મોર્ટમ કરે છે.

અમુક ગુનાના કેસમાં વાળ, લોહી કે ડી.એન.એ.ની પણ તપાસ કરવામાં આવે છે. જે-તે મેડીકલ કોલેજમાં પોસ્ટ મોર્ટમની નિષ્ણાંત ડોક્ટરની ટીમ તથા ફોરેન્સીક લેબોરેટરીની સુવિધા હોય છે. જે પી.એમ.રિપોર્ટ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય જનતા પી.એમ. રિપોર્ટ વિશે તો બહુ ઓછી વાત જાણતી હોય છે પણ પી.એમ.ની તપાસ દ્વારા ઘણી વસ્તુઓ જાણી શકાય છે જેની બહુ ઓછાને જાણ હોય છે.

વધુ સમય વીતી જવાથી મૃતદેહમાં ઘણા પ્રકારનાં પ્રાકૃત્તિક ફેરફાર થવાની શક્યતાઓ

વ્યક્તિના મૃત્યું બાદ બને તેટલી ઝડપે તેનું પી.એમ. કરવું જરૂરી છે, જો સમય વીતી જવાથી મૃતદેહમાં ઘણા પ્રકારનાં પ્રાકૃત્તિક ફેરફારો થવાની શક્યતાઓ હોય છે. 6 થી 10 કલાકમાં જ થવું જરૂરી છે. ઝેર પીવાના કિસ્સામાં વિસેરા લેવામાં આવે છે. જેમાં આંતરડું, હોજરી, અંદરના સ્ત્રાવ કે વધેલા ખોરાકને ધ્યાને લેવામાં આવે છે. અમુક કિસ્સામાં ‘પેનલ પી.એમ.’ એટલે કે એકથી વધુ તબીબો પોસ્ટ મોર્ટમ કરે છે. દરેક મેડીકલ કોલેજમાં તેની બે ટીમ રાખવામાં આવે છે, તેની સાથે ફોરેન્સીક લેબોરેટરીની સુવિધા પણ હોય છે જે પીએમ રીપોર્ટ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. આ તપાસ દ્વારા ઘણી વસ્તુઓ જાણી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.