સ્ટ્રેસ, ગુસ્સા, ચિંતાને કારણે શરીરનું સ્વાસ્થ્ય જોખમાય છે

કબજિયાતને કારણે આંતરડામાં ચાંદા પડી શકે છે: ડો. ગોવિંદ જોશી – ડો. આશિષ પટેલ

અબતક, રાજકોટ

માનવીના શરીરમાં વધતા જતા સ્ટ્રેટ, તણાંવ, ગુસ્સો, ચિંતાને કારણે થતા રોગોમાં વધારો થાય છે જેમાં આંતરડામાં પડતા ચાંદા વિશે ‘અબતક’ ના વિશેષ આયુર્વેદિક ‘આજે નહિ તો કયારે ?’ ના કાર્યક્રમમાં ડો.. ગૌરાંગ જોશી અને ડો. આશીષ પટેલે નીચે મુજબ જણાવ્યું છે.

પ્રશ્ર્ન:- અલ્સરેટિવ કોલાઇટીસ (મોટા આંકરડામાં ચાંદા પડવા) એટલે શું ? તે થવાના કારણો શું છે?

જવાબ:– ડો. ગૌરાંગભાઇ જોશીને જણાવ્યુઁ હતું કે, માનવીના શરીરમાં બે આંતરડા હોય છે. એક નાનુ આતરડુ અને એક મોટું આંતરડું, મોટું આતરડુ જેને કોલોન કહીએ છીએ.જે ખોરાકમાં પાચક તત્વો છે તે શરીરના બધા અંગો સુધી પહોચાડતો હોય છે. કઠણ મળ જે આંતરડાની દિવાલમાંથી પાસ થાય ત્યારે ત્યાંની ચામડીમાં છાલ પડે છે. અને ત્યાં ચાંદા પડે છે. અલ્ીરેટીવ કોલાઇટીસની શરુઆત એ કબજીયાતમાંથી શરુ થઇ જાય છે. જે જુની કબજીયાત ને કારણે સૌથી વધુ થવાની શકયતા રહે છે.

ડો. આશિષ પટેલના કહેવા મુજબ કબજીયાત થવાના કારણો તો છે જ જે શરુઆત ત્યાંથી જ થઇ જાય છે. ઉપરાંત જયારે સ્વયં ચિકિત્સક કરીએ એ પણ કારણ બની શકે છે. શરીરની જીવન પઘ્ધતિ સરખી ન હોય ત્યારે હિલીંગ પ્રોસસ ચાલુ થઇ જાય છે. આહાર-વિહાર મહત્વનું છે. તેમ જ શરીરમાં ગુસ્સો, સ્ટ્રેસ વગેરે શરીર પર સીધી અસર પડે છે.

પ્રશ્ર્ન:- ખાવા-પીવાની રીત જે તો રસમાં જે વધુ પડતો ખાટો અને તીખો હોય છે તેની શું આંતરડામાં નુકશાન બનતું હોય છે?

જવાબ:– ડો. ગૌરાંગભાઇ જોશીએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક દ્રષ્ટિએ શરીરમાં પિત અને વાયુ ઉપર વધુ બાબતો દર્શાવે છે. જેમાં પિત પણ જરુરી છે જે શરીરના પાચનમાં ખુબ ઉપયોગી થાય છે. અતિશય સ્પાસી ફુટ ખોરાક ખાતા જ હોય છે તેમાં જે લોકો લારી-રેસ્ટોરન્ટ વગેરેમાં અતિ મસાલેદાર ખોરાક લેવાથી આવા રોગો ઉપર અસર થાય છે. જેમાં ખોરાકમાં મસાલામાં કલર લાવવા કેમિકલ ભેળવતા હોય છે. જેને કારણે શરીરમાં પિત થાય છે અને પિતને કારણે અલસરએ વધુને વધુ પ્રમાણમાં વધતું જાય છે.

પ્રશ્ર્ન:- દુધ-દહીઁ – છાશ લોકો બહોળા પ્રમાણમાઁ ઉપયોગ કરતા હોય છે તો લોકોમાં ઘણીવાર મરડો કે ઝાડા થાય તો દહીંમાં જીરુ નાખી ને લ્યે તેવા ઘરધરાવ ઉપાયો કરે તો તે આવા પ્રકારના રોગથી શું લાભ થાય?

જવાબ:- ડો. આશીષ પટેલના જણાવ્યા મુજબ વૈદની સલાહ લઇને આગળ વધવું જોઇએ લોકોને એ.સી.ડી.ટી. થાય તો દુધનો ઉપયોગ કરે છે પરંતુ, શું તે જરૂરી છે? તો આ સાચી સલાહ લઇને જ આગળ વધવું ડોકટરની સલાહ વગર દવા ન લેવી જોઇએ સલાહ વગર મેડિકલમાંથી દવા ન લેવી જોઇએ આયુર્વેદમાં દહીં છે એ બપોર પછી ન ખાવું જોઇએ. તેવું કહ્યું છે અને તમામ વસ્તુઓનું આંધળુ અનુકરણ ન કરવું અને નિષ્ણાંતોદની સલાહ લઇ ને જ આગળ વધવું જોઇએ.

પ્રશ્ર્ન:- મનોદૈહિક રોગ એ જેની વ્યાખ્યામાં આવે છે તેમાં આ આંતરડાના ચાંદાને મૂકી શકી? આવરી શકી ?

જવાબ:- ડો. આશીષભાઇ પટેલના જણાવ્યા મુજબ અલસરરાઇટીક પોલાઇટીસ છે એ સાયકોસોમેટીક ડિસિઝ છે એ ખાલી શરીરનો રોગ નથી પરંતુ, મનમાં તણાવ, ગુસ્સો વગેરે મન દ્વારા તણાવ સર્જાય તો આ રોગ ઉપર વધુ અસર પડે છે જેને થયો છે તેને અનુભૂતિ થશે. અને મન શાંત અથવા ગુસ્સો ન આવે તો તેમાં રાહત થતી જોવા મળે છે.

ઘ્યાન, યોગ હા. પ્રાણાયમ વગેરે જેવું કરીએ તો બધા રોગોમાં રાહત થાય છે. પરંતુ, જાતે નિર્ણય લઇને દવા અથવા નુસ્ખા અપનાવી ન લેવાય પરંતુ નિષ્ણાંતની સલાહ લઇને જ આગળ વધવું જોઇએ.
એક ઇન્ફોરમેશ અને એક નોલેજ અમારા દ્વારા કહેવામાં આવતી માહીતી છે તેનું ખાસ રીતે અનુકરણ પણ કરો જે અમારા રોજબરોજની પ્રેકટીવ દ્વારા કહીએ છીએ જેનો ફાયદો તમામને થશે: ડો. આશિષ પટેલ
આયુર્વેદીકમાં માનસિક કાઉન્સેલીંગ સિરોધારક ટ્રીટમેન્ટ, મેડિટેશન, પ્રાણયમની સાથે અને પંગવ્યની સાથે તે પણ અપનાવી શકો. આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો, આમ સાથે મનદુસ્ત પણ રહો જે લોકોને ખુબ જ ઉપયોગીતામાં નિવળશે: ડો. ગૌરાંગ જોષી