Abtak Media Google News

પ્રોબેશન પીરીયડમાં રહેલા ૧૫ મામલતદારોને અપાયું પોસ્ટીંગ: જૂનાગઢના ૧૧, અમરેલીના ૮, જામનગરના ૭, ગીર-સોમનાના ૮, ભાવનગરના ૩, રાજકોટના ૩ અને દેવભૂમિ દ્વારકાના ૨ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે મળી બઢતી

મહેસુલ વિભાગ દ્વારા ગત મોડી રાત્રે મહેકમમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના ૫૬ નાયબ મામલતદારોને મામલતદાર તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં  જૂનાગઢના ૧૧, અમરેલીના ૮, જામનગરના ૭, ગીર-સોમનાના ૮, ભાવનગરના ૩, રાજકોટના ૩ અને દેવભૂમિ દ્વારકાના ૨ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે મળી બઢતી મળી છે. આ ઉપરાંત પ્રોબેશન પીરીયડમાં રહેલા ૧૫ મામલતદારોને પણ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. સાો સા ૬ મામલતદારોની બદલી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

જામનગરના મામલતદાર એમ.આઈ.મલીકની વડોદરા, પડધરીના પી.એલ.ગોઠીની ગાંધીનગર, જોડીયાના એમ.આર.સોનીની અમદાવાદ, ભાણવડના એચ.એચ.પંજાબીની ગોધરા, બારવડાના કે.એસ.નીનામાની મહેસાણા, અમદાવાદના ડી.એ.ભારાઈની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી છે. ઉપરાંત પ્રોબેશન પીરીયડમાં રહેલા રવિ ઠેસીયાને અમદાવાદ, પી.વી.પટેલને અમદાવાદ, જેનીલ શાહને ગાંધીનગર, જે.જે.પટેલને અમદાવાદ, એચ.સી.મકવાણાને ભાવનગર, જે.વી.કાકડીયાને ભાવનગર, કુલદિપ દેસાઈ અને બી.જી.નીનામાને બનાસકાંઠા, આર.જી.ઝાલા અને વિરલકુમારી માકડીયાને રાજકોટ, વી.બી.ખાઈટન , કે.આર.ચૌધરી, આર.જે.પટેલને સુરત, જ્યારે બી.જે.દરજી, એમ.બી.દેસાઈને વડોદરામાં પોસ્ટીંગ અપાયું છે.

આ ઉપરાંત મહેસુલ વિભાગ દ્વારા ૫૬ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં જામનગરના રાજેન્દ્રસિંહ જાડેજા, જમનાદાસ હિરપરા, પ્રવિણચંદ્ર દવે, વિનયચંદ્ર ધ્રુવ, અશોક ત્રિવેદી, કિરીટ સંઘવી, કિશોર લુકા, રાજકોટના કિશોરભાઈ ગઢીયા, ભરતકુમાર કાસુંન્દ્રા, ગોવિંદલાલ રૂપાપરા, મોરબીના ઉમર સુમરા, અમરેલીના ચંદુલાલ ટાંક, લાલજીભાઈ ઘેલાણી, ધીરૂભાઈ ગોંડલીયા, કિશોરચંદ્ર નરીયા, કલ્પનાબેન પડીયા, અતુલકુમાર ભટ્ટ, જયંતીલાલ બાવીશી, હર્ષદભાઈ ચૌહાણ, ભાવનગરના ધનજીભાઈ સોલંકી, ખીમજીભાઈ રાઠોડ, નારણભાઈ જાંબુકીયા, ગીર-સોમનાના બાલુભાઈ જાદવ, પરેશ કરગીયા, જેઠાભાઈ ડોડીયા, હરિભાઈ ડોડીયા, પ્રતાપભાઈ ગોહિલ, ઉકાભાઈ વાઢીયા, માલાભાઈ ડોડીયા, નારણભાઈ રામ, જૂનાગઢના વિજયકુમાર કારીયા, હરસુખલાલ ચંદીગરા, ધીરજલાલ સોજીત્રા, કિશોરભાઈ જોલપરા, હિતેશ તન્ના, કિશોર અઘેરા, બિંદુબેન કુબાવત, ભાવનાબેન વિરોજા, મનસુખભાઈ કાવડીયા, બિપીનકુમાર સાવલીયા તેમજ દેવભૂમિ દ્વારકાના મહેશકુમાર ત્રિવેદી અને પુનીતદાસ સરપદળીયા, ભરૂચના રાજેશકુમાર રાણા,  મનસુખલાલ વસાવા, પાટણના કનૈયાલાલ અખાણી, અરવલ્લીના રાજેશકુમાર પંચાલ, શંભુભાઈ પરમાર, અરવિંદભાઈ મકવાણા, અગ્રાસી ચૌહાણ, સાબરકાંઠાના પોપટભાઈ પટેલ, જગદીશચંદ્ર મકવાણા, ડાયાભાઈ વણકર, ચેતનસિંહ ઝાલા, અરૂણદાન ગઢવી તેમજ દેવેશકુમાર પટેલને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.