Abtak Media Google News

આર્થિક સંકટથી ત્રસ્ત થયેલા લોકો બન્યા આક્રમક, રાષ્ટ્રપતિના નિવાસસ્થાને તોડફોડ, સ્થિતિ કાબુ બહાર

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.  તાજેતરની માહિતી અનુસાર, હડતાળમાં આવેલા પ્રદર્શનકારીઓએ આજે શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.  એવા અહેવાલ છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમના નિવાસસ્થાનેથી ભાગી ગયા છે.

આર્થિક સ્થિતિથી ત્રસ્ત શ્રીલંકામાં વિરોધીઓએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.  એવા અહેવાલ છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમના નિવાસસ્થાનેથી ભાગી ગયા છે.  સંરક્ષણ સૂત્રોએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના ભાગી જવાનો દાવો કર્યો છે. આ પહેલા 11 મેના રોજ તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે આખા પરિવાર સાથે ભાગી ગયા હતા.  રોષે ભરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન ને ઘેરી લીધું હતું.કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ બપોરે કોલંબોમાં રાષ્ટ્રપતિ નિવાસને ઘેરી લીધો હતો.  આ પછી વિરોધીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસ સ્થાનમાં પણ તોડફોડ કરી હતી. શ્રીલંકામાં કથળતા આર્થિક સંકટ વચ્ચે આજે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે સરકારની વિરોધ રેલી ચાલી રહી છે.શ્રીલંકામાં શુક્રવારે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

11 1

સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.  પોલીસ વડા ચંદના વિક્રમરત્નેએ જણાવ્યું કે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.  તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવા માટે હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ શુક્રવારે કોલંબોમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો.શુક્રવારે પોલીસે કર્ફ્યુ લાદતા પહેલા કોલંબોમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા.  જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં ધાર્મિક નેતાઓ, રાજકીય પક્ષો, શિક્ષકો, ખેડૂતો, ડોક્ટરો, માછીમારો અને સામાજિક કાર્યકરો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ શાસક પક્ષ શ્રીલંકા પોદુજાના પેરામુનાના સાંસદ અમરકીર્થી અથુકોરાલાની હત્યા કરવામાં આવી હતી.  મળતી માહિતી મુજબ, નિત્તમ્બુવામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમની કારને ઘેરી લીધી હતી.  લોકોએ જણાવ્યું કે આ દરમિયાન સાંસદની એસયુવી કારમાંથી ગોળીબાર થયો હતો.  આ જોઈને ભીડ ઉશ્કેરાઈ ગઈ.  ત્યારબાદ સાંસદો ભાગીને એક બિલ્ડિંગમાં છુપાઈ ગયા, જે હજારો લોકોથી ઘેરાયેલી હતી.  એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પછી ભીડના ડરથી સાંસદે પોતાની જ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.