Abtak Media Google News

મહંત સ્વામીના ૭ દિવસના મોરબી રોકાણ દરમિયાન પારાયણ, સત્સંગ સભા અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંતસ્વામીએ મચ્છુના તટે આવેલ મોરબીની ધરાને સૌ પ્રથમવાર પધારીને પાવન કરી છે. તેઓ તા.૧૭ જૂન સોમવાર સુધી મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને સત્સંગ સભા તેમજ પારાયણો યોજવામાં આવશે.

મોરબીમાં નિર્માણાધીન નુતન મંદિરનોશિલાન્યાસ વિધિ આજે મહંતસ્વામી, વડીલ સદગુરુ સંતો તેમજ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા, સાંસદ સભ્ય  મોહનભાઈ કુંડારિયા,વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા, કાંતિભાઈ અમૃતિયા, પરસોત્તમભાઈ સાબરીયા તેમજ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે ૮ થી ૧૨ દરમ્યાન યોજાયો હતો.

મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ મહંત સ્વામીના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આજે વિ. સં. ૨૦૭૫, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થયો. આજે સાંજથી વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પ્રમુખ સ્વામીની સાથે વિચરણ કરનાર વિવેકસાગર સ્વામી પારાયણમાં કથાવાર્તાનો લાભ આપશે. આ પારાયણ  બુધવાર થી રવિવાર સુધી કુલ ૫ દિવસ સાંજે ૭:૩૦ થી ૮:૩૦ દરમ્યાન યોજાશે.

Pu-The-Shilanyas-Of-The-Shikharbuddha-Temple-In-Morbi-By-B-Sp-Mahant-Swami
pu-the-shilanyas-of-the-shikharbuddha-temple-in-morbi-by-b-sp-mahant-swami

મહંત સ્વામીના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી બ્રહ્મતીર્થ સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, હરિસ્મરણ સ્વામી, મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને આ ઉત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

Pu-The-Shilanyas-Of-The-Shikharbuddha-Temple-In-Morbi-By-B-Sp-Mahant-Swami
pu-the-shilanyas-of-the-shikharbuddha-temple-in-morbi-by-b-sp-mahant-swami
Pu-The-Shilanyas-Of-The-Shikharbuddha-Temple-In-Morbi-By-B-Sp-Mahant-Swami
pu-the-shilanyas-of-the-shikharbuddha-temple-in-morbi-by-b-sp-mahant-swami

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.