Abtak Media Google News

સફાઈ, લાઈટ, પાણી રોડ રસ્તાઓ ની સમસ્યા મામલે લોકદરબારમાં લોકોનો હલ્લાબોલ

ધ્રોલ નગરપાલીકા ખાતે  ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાની હાજરીમાં ધ્રોલની પ્રજાને મુંજવતા પ્રશ્નોના નિકાલ માટે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું જેમા ધ્રોલ શહેરની ટ્રાફીકની સમસ્યાથી માંડીને સફાઈ, પાણી સહીતના મુદાઓ ઉપર લોકોએ ફરીયાદોનો મારો કરીને નગરપાલીકા વહીવટી તંત્ર ઉપર તુટી પડયા હતા અને ધારાસભ્યની હાજરીમાં આ તમામ પ્રશ્નો ઉકલવા માટે ચીફ ઓફીસર સહીતના જવાબદાર સ્ટાફે ખાત્રી આપી હતી

ધ્રોલ નગરપાલીકા નગરપ પાલીકા ખાતે ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાની અધ્યક્ષ સ્થાને નગરપાલીકા ચોગાન ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ (લોક દરબાર)નું આયોજન કરવામાં આવેલ હતું જેમા ધ્રોલ શહરેમાં ખાસ કરીને નાગરીકોએ સફાઈના પ્રશ્ને ફરીયાદોનો મારો ચલાવ્યો હતો અને નિયમતી સફાઈ સહીતની બાબતોએ રોષ ઠાલવ્યો હતો અને પીવાનું પાણી નીયમીત આપવા માટે અને રાજય સરકાર ધ્વારા કરોડો રુપીયાની પેવર બ્લોકની ગ્રાન્ટ આપવામાં આવેલ પરંતુ નગરપાલીકા ગોબરા વહીવટને કારણે પેવર બ્લોક નાખીને ફરીથી તોડવા સહીતની બાબતોએ સરકારને પૈસા વેડફવા મામલે શહેર પ્રબુધ્ધ નાગરીક ચંદ્રકાન્તભાઈ વલેરાએ ભારે આક્રોષ ઠાલવ્યો હતો

વધુમાં આ લોક દરબાર દરમ્યાન ધ્રોલ શહેરના નાગરીકો ધ્વારા 30 થી વધું વિવિધ સફાઈ, લાઈટ, પાણી, અને પેવર બ્લોકના કામ મામલે, બાંધકામ અંગે, ફાઈર ફાઈટર, ગાંધીચોકમાં ટાફીકની સમસ્યા દુર કરવી સહીતના મામલે ફરીયાદોનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આ લોક દરબારમાં ધ્રોલ શહેરના નાગરીકોએ ચીફ ઓફીસરને કાયદેસરના બાનમાં લઈને ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો, લોક દરબારમાં નાગરીકો ઉપરાંત, ધ્રોલ શહેરના પાલીકાના સદસ્યોમાં ગણીયા ગાઢીયા સભ્યોએ હાજરી આપી હતી ગેરહાજર રહયા હતા ધારાસભ્ય ધ્વારા લોક દરબારનું આયોજન લોકોના પ્રશ્નો ઉકલવા માટે ખુલ્લો મંચ પુરો પાડીને તમામ પ્રશ્નોનું નીરાકરણ કરવાના આશયથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો ત્યારે ધારાસભ્યની હાજરીમાં આ તમામ પ્રશ્નોનું ચીફ ઓફીસર ઘ્વારા ટૂંકાગાળામાં ઉકેલવાની ખાત્રી આપવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.