Abtak Media Google News

બજારમાં મળતા મસાલાઓમાં ઘણીવાર જે કૃત્રિમરંગની ભેળસેળ કરવામાં આવે તેમને ઘરગથ્થુ ઉપાયો દ્વારા  ચકાસણી કરાય

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફૂડસેફટી એવરનેસના વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમનું યોજાયો.રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.

Img 20230509 Wa0004

રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા લોકો માટે, લોકો દ્વારા નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલમાં ઉનાળું વેકેશન સમયગાળાનો મહત્તમ સદુપયોગ થાય તથા વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા કેળવાય તેવાં ઉમદા હેતુથી રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા વેકેશન માટે ખાસ Summer RSC  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં, બાળકો થી લઈને સિનિયર સિટીઝન્સ, ગૃહિણીઓ, યુવાનો તથા વિદ્યાર્થીઓ માટે 30થી પણ વધુ અલગ અલગ વૈજ્ઞાનિક પ્રવૃતીઓ, વર્કશોપ્સ, હેન્ડ્સ-ઓન એક્સપિરિયન્સ, વિવિધ દિવસોની વિજ્ઞાનના સંદર્ભ સાથે ઉજવણી, સેમિનાર્સ, લોકજાગૃતિ કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.

જીળળયછિજઈ કાર્યક્રમનાં ભાગરૂપે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે તારીખ 7મી મે 2023ને રવિવારના રોજ, આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફૂડસેફટી એવરનેસનો વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં, મહાનગરપાલિકાનાં ફૂડ સેફટી ઓફિસર શ્રી સી.ડી. વાઘેલા, આરોગ્ય શાખાની ટીમ ફૂડસેફટી એવરનેસ બસ સાથે ખાસ હાજર રહેલ. કાર્યક્રમને પ્રારંભિક ઉદબોધન કરતાં સાયન્સ સેન્ટરનાં પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત વ્યાસે જણાવ્યું હતું કે હાલમાં બજારમાં મળતી ઘણી ખાદ્યચીજોમાં ભેળસેળ કરવામાં આવે છે, જે લોકોનાં આરોગ્ય માટે અત્યંત જોખમી છે અને તે ભેળસેળને જાણવી અને રોકવી એ ખૂબ જ આવશ્યક છે જે આ કાર્યક્રમનો મુખ્ય આશય છે. ઉનાળાની સીઝનમાં બજારમાં મળતા મરચું, હળદર, જીરું, રાઈ, મરી, વરિયાળી, વગેરે મરી-મસાલાઓમાં ઘણીવાર જે કૃત્રિમ રંગ, હાનિકારક રસાયણો, અને અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે, તેને ઘરગથ્થું ઉપાયો દ્વારા કઈ રીતે તપાસી શકાય અને તેનું લાઈવ નિદર્શન કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત, હાલમાં બજારમાં મળતાં વિવિધ ઠંડાપીણાંમાં સુગર અને તેને તેમાં રહેલ એસિડિકતત્વોનું પ્રમાણ અને કઈ રીતે માપી શકાય તેનું પણ લાઈવ નિદર્શન કરવામાં આવેલ હતું. તદુપરાંત, દૂધ, દૂધની બનાવટ માથી બનતી મીઠાઈઓ, હાલમાં સૌથી વધુ આરોગાતું પનીર અને ચીઝને કઈ રીતે ચકાસવું તેનું પણ લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું. આરોગ્ય શાખાની ટીમે મુલાકાતીઓ અને ખાસ કરીને ગૃહિણીઓને ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અંગે વિવિધ ટેસ્ટ અને ઘરગથ્થું કસોટીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપેલ હતું. આ ઉપરાંત હાજર રહેલ મુલાકાતીઓ અને ગૃહિણીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન પણ ફૂડ સેફટી ઓફિસર શ્રી સી.ડી. વાઘેલા અને આરોગ્ય શાખાની ટીમે આપેલ હતું. વધુમાં શ્રી વાઘેલાએ જણાવેલ હતું કે ગ્રાહક તરીકે આપણે સૌ પ્રથમ યોગ્ય માહિતી મેળવી જાગરુકતા કેળવવી જરૂરી છે, જેથી આવી ભેળસેળને વધુ પ્રોત્સાહન મળે નહી. અને આમ, આ લોક જાગૃતિ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં મુલાકાતીઓએ અને ખાસ કરીને ગૃહિણીઓએ લાભ લીધેલ હતો અને રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય શાખા દ્વારા થતી હાલની કામગીરી અને આ લોક જાગૃતિ કાર્યક્રમને બિરદાવવામાં આવી હતી અને આવાં કાર્યક્રમો હજુ વધારે કરવામાં આવે તો વધુ માં વધુ લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત બને તેવી આશા વ્યક્ત કરી હતી.

ફૂડસેફટી એવરનેસનો વિશેષ લોકજાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.