Abtak Media Google News

લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂકયો છે. ત્યારે વડોદરા લોકસભા બેઠકના લોક લાડીલા ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કોમનબેન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ વિશાળ જનસભામાં બહોળી સંખ્યામાં જન સૈલાબ ઉમટયો હતો. રોડ શોમાં સ્થાનિક જનતા, ભાજપના કાર્યકરો સમર્થકો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.93D5Eee9 915D 4Cde Bb9C E49629042Fc7

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરનો વિકાસ વેગવાન બન્યો છે. આવનારી લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ વિરૂધ્ધ આતંકવાદ, ઈમાનદાર વિરુદ્ધ બેઇમાન તેમજ કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી છે, એક તરફ ચોકીદાર છે જ્યારે બીજી તરફ ચોરોની જમાત છે પરંતુ, જનતા દેશના ચોકીદાર પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત દેશનું સુકાન સંભાળવાની જવાબદારી આપવાનું મન બનાવી ચૂકી છે.

90677612 5461 4835 87Ad Eb4Fda2A9Dd2કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળની સરકારોની ગરીબવિરોધી નીતિઓના કારણે ગરીબ વધારે ગરીબ બનતો ગયો પરંતુ, આઝાદીના આટલા વર્ષો પછી પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં દેશને એક એવા નેતા મળ્યા છે જે કહે છે કે, દેશના સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર દેશના ગરીબ, શોષિત અને પીડિત વર્ગનો છે અને આ વર્ગના ઉત્થાન માટે તેઓ અવિરતપણે કાર્યરત છે, જે દેશની ૧૩૦ કરોડ જનતાએ છેલ્લા પાંચ વર્ષમાં અનુભવ્યું છે.

આ કાર્યક્રમ બાદ ભવ્ય રોડ-શોનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થા નિક જનતા, ભાજપના કાર્યકરો-સમર્થકો તથા વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાકમાં જોડાયા હતા. ત્યારબાદ શ્રીમતી રંજનબેન ભટ્ટે વડોદરા લોકસભા બેઠકની ઉમેદવારી માટે નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.