Abtak Media Google News

ધોરાજી ના ગેલેક્સી ચોક ખાતે આવેલ રાધે ટ્રાવેલ્સ પાસે બપોર એક ખાનગી ટ્રાવેલ્સ નાં લંપટ કન્ડક્ટર ની જાહેર સરભરા કરતાં લોકો

ધોરાજી નાં ગેલેક્સી ચોક ખાતે આવેલ રાધે ટ્રાવેલ પાસે પોરબંદર થી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ જેમાં અપડાઉન કરતી મહીલા ને બે ત્રણ દિવસ થી છેડતી કરતો લંપટ કન્ડેક્ટર ગત કાલે બપોરે મહીલા ના પરીવાર જનો તથા સ્થાનિકો એ મેથીપાક દેતો કિસ્સો બહાર આવ્યો હતો.

આ ઘટના ની સુત્રો પાસે તથા સ્થાનિક લોકો પાસે થી મળતી વિગત મુજબ પોરબંદર થી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ જેમાં અપડાઉન કરતી મહીલા ને બે ત્રણ દિવસ થી છેડતી કરતો લંપટ કન્ડેક્ટર ગતરોજ એક ચિઠ્ઠી માં પોતાનો મોબાઇલ નંબર લખીને અપડાઉન કરતી મહીલા ને ચિઠ્ઠી આપી હતી.

જયારે એ મહીલા એ પોતાના પરીવાર જનો જાણ કરતાં બપોરે મહીલા ના પરીવાર જનો તથા સ્થાનિકો એ લંપટ કન્ડેક્ટર  ને જાહેર માં મેથીપાક ચખાડ્યો હતો અને આ નજારો જોવા માટે સો થી દોઢ સો લોકો એકત્રિત થઈ ગયાં હતાં ખાનગી ટ્રાવેલ્સ ના કંડકટર ને ટ્રાવેલ્સ અંદર જઈ ને પણ માર માર્યાં દ્ષયો જોવાં મળ્યા અને સ્થળ પર થી તાત્કાલિક ટ્રાવેલ્સ લઈને ભાગવું પડ્યું હતું અને મામલો થાળે પડયો હતો

એક બાજું સરકાર બેટી બચાવો અભિયાન ચલાવે છે ત્યારે આવાં કિસ્સા ઓ બહાર આવતાં સ્ત્રી સલામત છે કે નહી તેમજ સ્ત્રી ની અ સલામતી માટે જવાબદાર કોને ગણવું એ વિચારવું રહ્યુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.