Abtak Media Google News

યુ.પીના ઉદાસીન કાર્ષ્ણિ આશ્રમથી લાઇવ પ્રસારણના માધ્યમે શ્રોતાઓ કથાનુ રસપાન કરશે

પૂરાણ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્ર ગિરનાર પર્વત ઉપર ૮૪૯ મી રામકથા “માનસ જગંદબા નું ગાન કર્યા પછી પહાડોની રાણી મસૂરી પર ૮૫૦ મી કથા “માનસ વાલ્મીકીય  થી વ્યાસપીઠ સુક્ષ્મમાંથી પૂન: વિશાળ બની. પ્રશાસનનાં તમામ નીતિ નિયમોનાં ચૂસ્ત પાલન સાથે તલગાજરડી વ્યાસપીઠ હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની લીલા ભૂમિ વૃંદાવનનાં પરમ પાવન સ્થાન- રમણરેતીમાં ૧૯ નવેમ્બરથી ૮૫૧ મી રામકથાનો શુભારંભ કરશે. પૂજ્ય સ્વામી કાર્ષ્ણિ ગુરુશરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ૧૯ નવેમ્બરથી ૨૯ નવેમબર સુધી યોજાનારી આ રામકથામાં ઉત્તર પ્રદેશ સરકારના કોવિડ-૧૯ સંબંધિત દિશા-નિર્દેશોનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે. શ્રોતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં, સીમિત સંખ્યામાં જ શ્રોતાઓને કથામાં સામેલ થવાની મંજૂરી રહેશે.

ઉદાસીન કાર્ષ્ણિ આશ્રમ, રમણરેતી ધામ, મહાવન (ગોખુલ), મથુરાથી રામકથાનું સીધું પ્રસારણ કરવામાં આવશે, જેથી દેશ અને દુનિયાના ૧૭૦ રાષ્ટ્રમાં વસતા શ્રોતાઓ આસ્થા ટીવી કે યુ ટ્યૂબ નાં માધ્યમથી શ્રવણ લાભ લઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.