Abtak Media Google News

૧૦ થી ૧૪ નવેમ્બર સુધી ભરાશે ફટાકડા બજાર

ગાંધીધામમાં દર વર્ષની જેમ આ વખતે પણ ટાગોર રોડ પરના દીન દયાળ પોર્ટના મેદાનમાં ૧૦થી૧૪ સુધી ફટાકડા બઝાર ભરાશે.વહીવટી તંત્રે આ માટે કરેલી કવાયતમાંતા.૩૦સુધીમાં અરજી મંગાવવામાં આવ્યા બાદ હાલ ૭૦અરજી આવી હતી.હવેતા.૯ના સ્ટોલના ડ્રો ની વિધી અધિકારીઓની હાજરીમાં પુર્ણ કરવામાં આવશે.દીવાળીના તહેવારોમાં સંકુલના લોકોને સારા,અવનવી વેરાયટી વાળા ફટાકડા મળી શકે તે માટે કેટલાક વેપારીઓ પ્રયાસ કરી રહયા છે.તંત્ર પણ વ્યવસ્થિત આયોજન કરી કોઈ સમસ્યા વગર વેપારીઓ સિઝનેબલ ફટાકડાના વ્યવસાયકારોને સહાય કરી રહયા છે.દરમિયાન દિવાળીના ૫ દિવસ ફટાકડા બઝાર ધમધમતી હોય છે. આ માટે આ વખતે પણ પગલા ભરવામાં આવ્યા હતા.તબકકાવાર વહીવટી ગતિવિધી તેજ બનાવવામાં આવી હતી.દરમિયાન સુત્રોના દાવા મુજબ વેપારીઓ સાથે બેઠક યોજાયા બાદ હવે આગામી પ્રક્રિયાના ભાગરૂપે પગલા ભરાશે જેમાં સ્ટોલનો ડ્રો કરી વેપારીઓને સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. દરમ્યાન વેપારીઓએ પણ આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે. અંદાજે ૫૦ લાખથી વધુ ફટાકડાનું વેંચાણ સામાન્ય સ્થિતિમાં થાય છે, આ વખતે કોરોનાનું ગ્રહણ નડે છે કે કેમ? તે તો આવનારા સમયમાંજ ખ્યાલ આવશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.