Abtak Media Google News

તજજ્ઞ વક્તાઓ દ્વારા શિક્ષકોને જુદા જુદા વિષય અંગે માર્ગદર્શન

મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે ત્રિદિવસીય ટીચર્સ ટ્રેનિગનો આજથી પ્રારંભ કરાયો છે જેમાં બાલ મનોવિજ્ઞાનથી લઈ હકારાત્મક અભિગમ, મીડીયા ટેક્નોલોજીનો શિક્ષણમાં ઉપયોગ સહિતના વિષયોને લઈ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Advertisement

તા. ૧, ૨ અને ૪ જૂન એમ ત્રણ દિવસ માટે યોજાયેલ આ ટીચર્સ ટ્રેનીંગમાં સાર્થક વિદ્યામંદિર મોરબી  આચાર્ય પ્રશિક્ષણના શીર્ષક હેઠળ શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે અને બાળકોની જેમજ શિક્ષકો પણ કેળવણીના પાઠ ભણી બાળકોને આધુનિક અભિગમથી શિક્ષણસ્તર સુધારવાના આ અનેરા પ્રયાસમાં હોંશભેર ભાગ લઈ રહ્યા છે.

દરેક ક્ષેત્રમાં ટ્રેનિંગની ખૂબ જ આવશક્યતા છે.ત્યારે ખૂબ જ મહત્વનું એવું ક્ષેત્ર શિક્ષણ પણ એમાંથી શા માટે બાકી રહી જાય,તેવા ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્રણ દિવસના વક્તાઓમાં પરેશભાઈ દલસાણીયા,  દિગંતભાઈ ભટ્ટ તેમજ મનનભાઇ બુદ્ધદેવ બાળ મનોવિજ્ઞાન,વિષય સજ્જતા, હકારાત્મક અભિગમ વિષય પર આચાર્યોનું(શિક્ષકોનું) પ્રશિક્ષણ કાર્ય કરી શિક્ષણ પદ્ધતિને સમય સાથે તાલ મિલાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે

શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ જણાવ્યું કે સાર્થક વિદ્યામંદિરના વિવિધ આયોમો,પધ્ધતિ, દ્રષ્ટિકોણ વિશે વિદ્યાલયમાં અભ્યાસકાર્ય અર્થે જોડાનાર શિક્ષકો માહિતગાર હોય તે અત્યંત જરૂરી છે. દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે.

વિદ્યાલયના ચોથા વર્ષની પ્રથમ સત્રની શરૂઆત  દરમિયાન આ પ્રશિક્ષણ આપવામાં અનેરું આયોજન હાથ ધરાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.