Abtak Media Google News

પેન્ટ્રી કારનું નિરીક્ષણ: ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયાં

રાજકોટ ડિવિઝન દ્વારા 16મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન રેલ પરિસરને સુંદર બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર સ્વચ્છતા પખવાડાના 12મા દિવસે સ્વચ્છ પેન્ટ્રી કાર/કેન્ટીન ડે પર ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરના કેટરિંગ સ્ટોલ અને ટ્રેનોની પેન્ટ્રી કારમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષક વિશાલ ભટ્ટ અને ચંદ્રસિંહ ઝાલાએ ટ્રેન નં.12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસની પેન્ટ્રી કારનું નિરીક્ષણ કર્યું હતું. મુસાફરોને સારો સામાન આપવામાં આવી રહ્યો છે.

તેની ખાતરી કરવા માટે તેઓએ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ, ઠંડાપીણા, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી. આ સાથે ખાદ્યપદાર્થો બનાવવામાં વપરાતી તમામ ચીજવસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ રેલવે ડિવિઝનના અધિકારીઓ અને સુપર વાઈઝરોએ રેલવે સ્ટેશનોના કેટરીંગ સ્ટોલ પર ઉપલબ્ધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, વિક્રેતાનું તબીબી પ્રમાણપત્ર, ફૂડ લાયસન્સ, યુનિફોર્મ, નેમ પ્લેટ, રેટ લિસ્ટ અને સ્વચ્છતા વગેરેની ચકાસણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.