Abtak Media Google News

આર.સી. સ્પોટર્સ એકેડેમીનું ૩ વર્ષથી ડી.એલ.એસ.એસ. માં સીલેકશન કરાવે છે. તેમજ વિનામૂલ્યે કોચીંગ કરાવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ગુજરાત રાજયની અંદર રમત ગમત તે વેગ આપવા માટે સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એથ્લેટીકસ અને જુડો રમત માટે રાજયભરમાં જીલ્લા કક્ષાએ ડી એલ.એસ.એસ. શાળા ઓ શરુ કરવામાં આવી છે. જેમની અંદર પ્રવેશ મેળવનાર ખેલાડીઓને ઉચ્ચ શિક્ષણ રહેવા જમવાની વ્યવસ્થા રમતની તાલીમ અને રમતના સાધનો સહીતનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત ગમત ક્ષેત્રમાં આગળ વધવા માટેનું માગદર્શન અને સહાય સરકાર દ્વારા પુરુ પાડવામાં આવે છે.

રાજયની એથ્લેટીકસ અને જુડો માટેની લેવાયેલી ટ્રાયલમાં ગુજરાતમાં આર.ડી.સ્પોર્ટસ એકેડમીના ખેલાડીઓ પઢીયાર નેત્રા, મારું કાવ્ય, પારેખ રાજેન્દ્ર, સિદધપુરા કશ્યપ જે જય ઇન્ટરનેશનલ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ડી.એલ.એસ.એસ. જુડોમાં આડેશરા ભાગ્યેશ જે ભાવનગર, ગુપ્તા સૌરભ પાટણમાં પ્રવેશ મેળવ્યો છે. આ બધા ખેલાડીઓ એ કોચીંગ ચૌહાણ રાજીવ અને પ્રિયંકા ભૂત પાસે લીધેલ હતી. અને આ બધા ખેલાડીઓ ડી એલ.એસ.એસ. જુડો ની ટ્રાયલમા ઉર્તીણ થયા છે તે બદલ હેડ કોચ વ્રજ ભૂસણનો આભાર વ્યકત કર્યો આ બધા ખેલાડીઓએ આર.સી. સ્પોટર્સ એકેડમીનું તેમના માતા-પિતાનું તેમજ રાજકોટ જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.