Abtak Media Google News

ચાઈનીઝ રમકડાને ભુલાવી દેશે ‘અદિતિ ટોયઝ’

બજારમાં રોજના ૧૬૦ જાતના ૧૦ લાખ રમકડાં ઠાલવી ચાઇનિઝ રમકડાંની ખોટ પુરશે

ચાઇના જેવું તકલાદી નહીં પરંતુ હેલ્ધી રમકડાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય

Vlcsnap 2020 07 10 09H56M47S373

ચાઈનામાં બનતા રમકડાં હવે રાજકોટમાં બનવા લાગ્યા છે.ડીઝલ એન્જિન અને ઓટોમોબાઇલનું હબ ગણાતું રાજકોટ હવે રમકડાના ઉત્પાદન માટે આત્મનિર્ભર બન્યું છે. ચાઇના રિમોટ કંટ્રોલ કાર, ચાઈનીઝ કંપનીનો ડોક્ટર સેટ,બ્યુટી સેટ, સ્કૂલબેગ સહિતના મોટા રમકડાં જે ચાાઈનાંની કંપનીઓ ઉત્પ્પા્દન કરતી તે જ પ્રકારના અને સસ્તા ભાવના રમકડાંઓ રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અદિતી ટોયઝ ફેક્ટરીમાં બનાવવાનું શરૂ થતાં દેશભરમાંથી સ્વદેશી રમકડા માટે ઇન્ક્વાયરી આવવા લાગી છે. લોકો પણ સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવે તે ખૂબ જ જરૂરી છે.

દરરોજ દિવસ-રાત મહેનત કરી ૧૦ લાખ રમકડાંનું ઉત્પાદન કરી રહ્યા છીએ: સુભાષભાઈ ઝાલા (ડાયરેક્ટર)

Vlcsnap 2020 07 10 10H30M35S528

અદિતિ ટોયઝના મેનેજિંગ ડાયરેક્ટર સુભાષભાઈ ઝાલાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના મેટોડામાં ગેઇટ નંબર.૩ માં અદિતિ ટોયઝ નામથી અમારી ફેકટરી આવેલ છે.ચાઈનીઝ રામકડાનો બહિષ્કાર લોકો કરે પરંતુ સામે તેને એ જ રમકડાં ભારતીય બનાવટમાં તો મળવા જોઈએ તે ઘ્યાને રાખી ભારતના દરેક રાજ્યમાં ભારતીય બનાવટના રમકડાં પોહચી શકે તે માટે દરરોજના નાના-મોટા રમકડા મળી ૧૦ લાખ  રમકડાંનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. ઝડપી ઉત્પાદન થઈ શકે તે માટે નવી મશીનરી તાઇવાનથી મંગાવી રમકડાંનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે .લોકોમાં જાગૃતતા આવી છે ગુજરાતી હવે લોકલ ફોર વોકલ ને પગલે ભારતીય બનાવટની ચીજ વસ્તુઓ ખરીદતા થઈ ગયા છે.

ચીનને આર્થિક ફટકો આપવાના હેતુથી રમકડાની ફેકટરી શરૂ કરી: અરવિંદભાઈ ઝાલા (ડાયરેક્ટર)

Vlcsnap 2020 07 10 10H30M16S767

અદિતિ ટોયઝ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અરવિંદભાઈ ઝાલાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી પછી ભારત અને ચીનના સંબંધ બગડ્યા છે લોકો ચીનની વિરુદ્ધ તમામ એપ્લિકેશનો અનઇન્સ્ટોલ કરી રહ્યા છે ડિજિટલ લડાઈ ભારતીય શરૂ કરી છે ત્યારે રમકડા ક્ષેત્રે મોટાભાગના રમકડા ચાઇનાથી ભારતમાં ઈમ્પોર્ટ થતા હોય છે. લોકો પોતાના બાળકો માટે ભારતીય બનાવટના રમકડા શોધતા હતા પરંતુ અહીં ક્યાંય ઉત્પાદન ન થતું હોવાથી ફરજિયાત ચાઇનાના રમકડા લેવા પડે તેવી પરિસ્થિતિ હતી. રાજકોટમાં ભારતનું સૌથી પહેલું એવું કારખાનું શરૂ કરવામાં આવ્યું કે જેમાં ચાઇના જે રમકડા આવે છે એ જ રમકડા ભારતીય બનાવટમાં ઉત્પાદન કરવામાં આવે.

ચાઈનામાં કઈ પ્રકારે રમકડાનું ઉત્પાદન થાય છે તે માટે રિસર્ચ કરાયું!!

રમકડાં ઈન્ડસ્ટ્રીઝમાં ચાઇના સામે ટકી રહેવા માટે સૌથી મોટો પડકાર ટેકનોલોજી અને સ્કિલ લેબરનો હતો. ચાઇનામાં કેવી રીતે રમકડાંનું ઉત્પાદન થાય છે ? તેના પર રાજકોટના ઉદ્યોગપતિઓ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું. મોટા રમકડા બનાવવા ખુબ જ અઘરુ હતું ,પરંતુ સુભાષભાઈ અને અરવિંદભાઈ દ્વારા દરરોજના ૧૫ કલાકના રિસર્ચ બાદ એક મહિનાની મહેનત રંગ લાવી અને જુદી-જુદી પ્રોડક્ટના દોઢસો પ્રકારના રમકડાં બનાવવાની શરૂઆત રાજકોટમાં કરી. આજે મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી પણ રમકડાના ઓર્ડર મળવા લાગ્યા છે અને લોકો સાચા અર્થમાં સ્વદેશી વસ્તુ અપનાવતા થઇ ગયા છે.

Vlcsnap 2020 07 10 11H37M34S421

ચાઇનીઝ રમકડાથી ૧૫% સસ્તા ભાવે રમકડા રાજકોટમાં બનશે

રમકડાનું ઉત્પાદન માટે રાજકોટના ઉદ્યોગકાર અરવિંદ ઝાલાએ ટેકનોલોજીનો ઉપયોગ કરતા ચીનની સરખામણીએ રમકડાંના ભાવ ૧૫% ઓછા રાખવામાં આવશે. રમકડાંનું ઉત્પાદન થઇ રહ્યું છે તે મશીનરીમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં વપરાતાં પાર્ટસનો ઉપયોગ થઇ રહ્યો છે. મોટા પ્રમાણમાં રમકડાના ઉત્પાદન થતાં બહેનો પણ આત્મનિર્ભર બની છે. આ ઉદ્યોગ થકી રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ૭૦૦ બહેનો રોજીરોટી મેળવી રહી છે.

૧૬૦ પ્રકારના રમકડાં, તમામ ફૂડ ગ્રેડ સર્ટિફાઇડ

અદિતિ ટોયઝ દ્વારા જુદા જુદા ૧૬૦ પ્રકારના રમકડાંનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. રિમોટ કંટ્રોલ કાર, ડોક્ટર સેટ, બ્યુટી સેટ, સ્કૂલ બેગ,વેજીટેબલ સેટ, ફ્રુટ સેટ, બબલ ગન, મ્યુઝિકલ ટોયઝ, માઈન્ડ સ્પાર્ક ગેમ્સ સહિત વિવિધ ૧૬૦ પ્રોડક્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે. કંપની દ્વારા જે રમકડાં બનાવવામાં આવી રહ્યા છે તે ફૂડ ગ્રેડ સર્ટીફાઇડ રમકડા છે. નાના બાળકો રમતા રમતા રમકડાં મોઢામાં નાખે તો પણ બાળકને કોઈ નુકશાન ન થાય તે પ્રકારના રમકડાં બનાવવામાં આવી રહ્યા છે.

દેશની લડાઈ એ અમારી લડાઇ ચાઈનાને તમામ રીતે પાયમાલ કરવું જ જોઈએ: હિમાંશુ વોરા (મેનેજર)

Img 20200710 Wa0025

અદિતિ કંપનીના મેનેજર હિમાંશુ વોરાએ અબતક મીડિયા સાથેની વાતચીત જણાવ્યું હતું કે અમારી કંપનીના ડિરેક્ટરનો દ્રઢ નીર્ધાર અમારો કામ કરવાનો જુસ્સો વધારે છે. બંને ડાયરેક્ટરો એ ચાઇના ને આર્થિક રીતે પાયમાલ કરવા સ્વદેશી રમકડા બનાવવાનો નિર્ણય કરતા સમગ્ર સ્ટાફ ખુશ થયો છે અને દેશની સાથે રહી ને બનતી તમામ લડાઈ લડવા અમે તૈયાર છીએ. હાલ રમકડાંની માર્કેટમાં ચાઈનાને પછાડવા અમારો પ્રયાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.