Abtak Media Google News

ફાઈનલમાં થિએમને ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી હરાવ્યો, કારકિર્દીનો કુલ ૧૮મો ગ્રાન્ડસ્લેમ જીત્યો

સ્પેનના ટેનિસ સ્ટાર રફેલ નદાલે ફ્રેન્ચ ઓપન ૨૦૧૯ના મેન્સ સિંગલ્સનો ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કરી લીધો હતો. ક્લે કોર્ટ પર તેણે સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનવાની હેટ્રિક નોંધાવી હતી.  આમ ક્લે કોર્ટ ઉપર નદાલે પોતાના દબદબો જાળવી રાખ્યો હતો.  ક્લે કોર્ટના બાદશાહ ગણાતા નદાલે વિક્રમી ૧૨મી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. વિશ્વના બીજા ક્રમાંકિત નદાલે કોઇ ગ્રાન્ડ સ્લેમને ૧૦ કે તેથી વધુ વખત જીતનાર પ્રથમ ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી છે. ૩૩ વર્ષીય નદાલે કારકિર્દીનો ૧૮મો ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો. તે હજુ પણ સ્વિર્ટ્ઝલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર કરતાં બે મેજર ટાઇટલ દૂર છે. ફાઇનલ મુકાબલામાં નદાલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમને ચાર સેટમાં ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી હરાવ્યો હતો.

Advertisement

ફાઇનલ મુકાબલો ત્રણ કલાક એક મિનિટ સુધી રમાયો હતો. નોંધનીય છે કે ૨૦૧૮ની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પણ નદાલે થિએમને પરાજય આપ્યો હતો. ઓપન એરામાં રોજર ફેડરર અને નદાલ ઉપરાંત સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતનાર ખેલાડીઓમાં ર્સિબયાના નોવાક જોકોવિચ (૧૫), અમેરિકાના પેટ સામ્પ્રાસ (૧૪)નો સમાવેશ થાય છે.

૩૩ વર્ષીય સ્પેનિસ ખેલાડી રાફેલ નદાલે ફ્રેન્ચ ઓપનમાં માત્ર બે મેચ જ હાર્યો છે જેમાં ૯૩ મેચમાં તેણે જીત મળી છે. સેમીફાઈનલ અને ફાઈનલને ભેગા કરતાં તે ૨૪ મુકાબલો રમ્યો છે જેમાંથી એક પણ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડયો નથી એટલે કહી શકાય કે નદાલ ૧૨ વખત ફાઈનલમાં પહોંચ્યો છે અને દર વખત ટુર્નામેન્ટ અને ટાઈટલ જીત્યો છે. રફેલ નદાલ ૨૦૦૫માં સૌપ્રથમ વખત ફાઈનલમાં પહોંચી પોતાનું પ્રથમ ફેન્ચ ઓપન ટાઈટલ જીત્યો હતો. ૨૫ વર્ષીય ઓસ્ટ્રીયાઈ ખેલાડીઓ સેમીફાઈનલમાં દુનિયાનાં નંબર એક ખેલાડી નોવાક જોકોવીચને હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન ગત વર્ષમાં બનાવ્યું હતું ત્યારે વિશ્ર્વ ટેનિસ જગતનાં નંબર બીજા ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયેલાં નડાલે દુનિયાને જણાવી દીધું છે કે, તે શું કામ કલે કોર્ટનો માસ્ટર છે. ત્રીજો સેટ શરૂ થતાની સાથે જ ૧૭ પોઇન્ટથી તેને સેટ જીતી પોતાનાં નામે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.